SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રસ્તાવ ૨૪૧ ગાથાર્થ - તું મારી સાસુ છે, તું મારી મા છે, તું મારી બેન છે. તું મારી ફોઈબા છે. આ પ્રમાણે દીનતાનો આશ્રય કરનારો જીવ જુદા જુદા જ્ઞાતિસંબંધોને સ્થાપિત કરે છે. (અને પોતાની પેટપૂર્તિ થાય તેવો પ્રયત્ન કરે છે.) ॥૧૮॥ યોગસાર વિવેચન - સત્ત્વગુણ વિનાનો જીવ સર્વ કાર્યો કરવામાં ડરપોક હોવાથી કોઈપણ જાતનું સાહસ કરી શકતો નથી. તેથી પોતાના પેટનું ભરણપોષણ પણ દુઃખે દુ:ખે થતું હોવાથી યાચકવૃત્તિથી પોતાનો નિર્વાહ કરે છે. યાચકવૃત્તિમાં પોતાને ખોરાક મળી રહે તેટલા માટે જેની તેની પાસે પગે પડીને હાથ જોડીને કલ્પેલાં પોતાનાં સગપણો પ્રગટ કરે છે. કોઈની સામે કહે છે કે તું મારી સાસુ છે. કોઈને કહે છે કે તું મારી મા છે, કોઈને કહે છે કે તું મારી બેન છે. કોઈને કહે છે કે તું મારી ફઈબા છે. આમ ભિન્ન ભિન્ન સગપણો રજૂ કરીને આહાર આપનારાની ખુશામત જ કરે છે. જેનાથી તે દાતા દયા કરીને ખાવાનું આપે. દીન પુરુષોની આવી આચરણા ગરીબાઈ ભરેલી હોય છે. પોતાનામાં સત્ત્વ ન હોવાથી પોતે કોઈપણ જાતનો પુરુષાર્થ કરવા સમર્થ બનતો નથી. બીજાની અનુકંપા ઉપર જ જીવન જીવનારો બને છે. તેથી આવા જીવો ઘણા જીવોની લાચારી અને દયાનું પાત્ર બને છે. પોતે હતાશ થયો છતો ભીખ માગે છે. માટે હે જીવ ! તું તારા સત્ત્વગુણને બરાબર ઓળખ અને તેને જ વધારે પ્રગટ કર. ॥૧૮॥ अहं त्वदीयपुत्रोऽस्मि, कवलैस्तव वर्धितः । तव भागहरश्चैव जीवकस्ते तवेहकः ॥ १९॥ एवमादीनि दैन्यानि, क्लीबः प्रतिजनं मुहुः । कुरुते नैकशस्तानि कः प्रकाशयितुं क्षमः ॥२०॥ ગાથાર્થ - સત્ત્વહીન અને કાયરતાવાલો પુરુષ અન્ય પુરુષોને
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy