SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૨૯ કર્મ બાંધે છે. જેનાં માઠાં ફળ તેને ભોગવવાં પડશે. અરેરે આ બિચારા જીવનું શું થશે ? આમ તેની પણ ભાવદયા કરીને તેના ઉપર કરૂણા કરે. અતિશય ભયંકર મરણાંત ઉપસર્ગ કરનારા એવા સંગમદેવ ઉપર પરમાત્મા શ્રી મહાવીરપ્રભુની આંખો કરૂણાથી ભીનીભીની થઈ ગઈ હતી, તેમ ઉપસર્ગ કરનારા ઉપર જરા પણ રોષ કર્યા વિના હાર્દિક કરૂણાભાવ વિચારવો. કરૂણાભાવથી સમતા વધે છે અને સમતાગુણની વૃદ્ધિ થવાથી સાધનામાં સફળતા પ્રાપ્ત થાય છે. ઉપસર્ગ-પરીષહ કરનારા જીવ ઉપર પણ રોષ ન કરતાં કરૂણા કરવી એ જ આત્મદમનનું ફળ છે. તથા જેમ ઉપસર્ગ-પરીષહ આવે ત્યારે ધીરતા ગુણ જરૂરી છે. તેવી જ રીતે અસંયમમાં-સંયમીભાવને હાનિ પહોંચાડે એવી મોહદશાવાળી વૃત્તિ અને પ્રવૃત્તિમાં ભીરૂતા-ભયભીતતા ગુણ પણ જરૂરી છે. સાચો સાધક આત્મા સંયમમાં લેશમાત્ર પણ દોષ ન લાગે તેની પૂરેપૂરી કાળજી રાખે અને ઇન્દ્રિયો તથા મન ઉપર ઘણો કન્ટ્રોલ રાખે તો જ સંયમનું યથાર્થ પાલન કરવા તે જીવ સમર્થ બની શકે. આ રીતે ધીરતા અને ભવભીરૂતા આ બન્ને લોકોત્તર સદ્ગુણો છે. આવા ગુણો કોઈક વિરલ વ્યક્તિમાં જ જોવા મળે છે. આવા જીવો પાંચે ઇન્દ્રિયોના વિષયોને, કષાયોને, ઉપસર્ગોને અને પરીષહોને જીતીને આત્મકલ્યાણ સાધવા પ્રયત્નશીલ થાય છે અને ભવ પાર ઉતરે છે ।।ા दुस्सहा विषयास्तावत्, कषाया अतिदुःस्सहाः । परीषहोपसर्गाश्चाधिक दुस्सहदुःसहाः ॥८॥ ગાથાર્થ - પાંચે ઇન્દ્રિયોના પાંચે વિષયો દુસ્સહ છે તથા કષાયો તેનાથી પણ વધારે દુસ્સહ છે. પરંતુ ઉપસર્ગો અને પરીષહો તો સૌથી પણ વધારે દુ:સહથી પણ દુ:સ્સહ છે. II૮॥
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy