SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ 5. ૨૨૨ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર વિવેચન - સત્ત્વહીન જીવો સર્વથા સાવદ્યયોગનો ત્યાગ અર્થાત સર્વવિરતિ ધર્મ-ચારિત્ર ધર્મનો જ્યારે સ્વીકાર કરે છે, ત્યારે સર્વ પ્રકારની પાપવૃત્તિઓ નહીં કરવાનાં પચ્ચખ્ખાણ તો કરે છે. મનથી, વચનથી અને કાયાથી હું પાપ કરીશ નહીં, કરાવીશ નહીં અને અનુમોદીશ નહીં, આવા પચ્ચખાણ તો કરે જ છે. પરંતુ મોહનો ઉગ તીવ્ર બનતાં વિષય-વાસના ઘણું જોર કરે છે અને તેના કારણે ચતુર્વિધ સંઘ સમક્ષ ગુરુ પાસેથી લીધેલી વ્રતો પાળવાની પ્રતિજ્ઞાને ભૂલી જાય છે અને કોઈક ગૃહસ્થપણું સ્વીકારીને અથવા કોઈક સાધુપણાના વેશમાત્રમાં રહીને પાપાચરણ કરે છે. તે સમયે પરમાત્માએ શું કીધું છે ? અને હું શું કરું છું, તેનો વિચાર પણ રહેતો નથી. આમ અનુચિત પાપાચરણમાં જોડાઈને ઘણું પાપ કરે છે. તે કાળે મોહના ઉદયની તીવ્રતા હોવાના કારણે શુભ વિચાર પણ સ્કુરાયમાન થતો નથી. તીર્થંકર પરમાત્મા, ગુરુદેવ અને શ્રી ચતુર્વિધ સંઘની હાજરીમાં મેં સર્વવિરતિ ધર્મ સ્વીકાર્યો છે. મારાથી કોઈ પણ જાતનું પાપાચરણ કરાય નહીં. આવો વિચાર પણ કર્યા વિના તે સંયમી જીવનનો ત્યાગ કરીને વિષયોની વાસના અને કષાયોની વાસનાને આધીન થયો છતો સાધુ જીવનમાં રહીને ગુપ્તપણે અથવા ગૃહસ્થ જીવનમાં જઈને અનેક પ્રકારનાં અનુચિત પાપોનાં આચરણો કરે છે. મેં લીધેલી સર્વવિરતિ ધર્મની પ્રતિજ્ઞાનો હું ભંગ કરું છું. મેં પરમાત્માની સાક્ષીએ, ગુરુજીની સાક્ષીએ મહાવ્રતો પાળવાની પ્રતિજ્ઞા કરેલી છે. આ વ્રતો ન પાળવાથી હું તેનો ગુનેગાર બનીશ. આવો વિચાર પણ આ જીવ કરતો નથી. સાધુપણામાં રહીને છૂપું છૂપું હું પાપ સેવીશ, તો પણ જ્ઞાનીના વચનનો વિલોપ કરું . શાસનની મેલીનતા
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy