SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ તૃતીય પ્રસ્તાવ યોગસાર नाज्ञानाद् बालको वेत्ति, शत्रुमित्रादिकं यथा । तथा चेष्टतेहि ज्ञानी, तदिहैव परं सुखम् ॥२५॥ ગાથાર્થ – જેવી રીતે બાળક કોઈને પણ શત્રુ કે મિત્ર સમજતો નથી. તેવી જ રીતે જ્ઞાની પુરુષ પણ કોઈને પોતાનો શત્રુ કે મિત્ર ન માનીને (અર્થાત સમભાવદશામાં રહીને) તેવી રીતે પોતાને યોગ્ય ક્રિયા કરતો છતો અહીં જ પરમ સુખને પામે છે. / રપી વિવેચન - અનિત્યાદિ બાર ભાવનાઓ અને મૈત્રી આદિ ચાર ભાવનાઓને ભાવતો જ્ઞાની-પુરુષ પોતાના આત્માને એટલો બધો સમભાવમાં રાખે છે કે જેમ નાનો બાળક સરળ હૃદયવાળો હોવાથી અને વિશિષ્ટ જ્ઞાનદશા પ્રગટેલી ન હોવાથી આ મારો શત્રુ છે કે આ મારો મિત્ર છે. આમ જાણતો નથી. તેથી બધા જીવો પ્રત્યે સમભાવવાળો થઈને રહે છે અને સંપૂર્ણપણે મસ્તીમાં (ખુશ મીજાજમાં) જ વર્તે છે. તેવી જ રીતે જ્ઞાનયોગી આત્મા પણ સમ્યજ્ઞાન અને ધ્યાનમાં સદા મગ્ન બન્યો છતો તેના હૃદયમાં સર્વ જીવો પ્રત્યે પરમ મૈત્રીભાવ વર્તતો હોવાથી કોઈપણ જીવ પ્રત્યે શત્રુભાવ કે મિત્રભાવ અર્થાત દ્વેષભાવથી કે રાગભાવ ઉત્પન્ન થવા દેતો નથી. પોતાના હૃદયથી સર્વ જીવો પ્રત્યે પ્રેમ અને કરૂણા વર્તતી હોવાથી કોઈના પણ ઉપર રાગ કે રીસ વર્તતાં નથી. ક્ષમા આદિ ગુણોના કારણે તથા સમતાભાવવાળા સ્વભાવના કારણે અને તેવા પ્રકારના વિશિષ્ટ સંસ્કારોના કારણે શીતળ સરોવરમાં સ્નાન કરનારા આ યોગી મહાત્માને આ જન્મમાં જ પરમ સુખ અનુભવાય છે. તેથી તે યોગી મહાત્મા સ્વપરના રાગ-દ્વેષજન્ય તાપ અને સંતાપને શમાવવા માટે સમર્થ બને છે. સમતામય સ્વભાવના કારણે તે પોતે અન્યના રાગ અને દ્વેષને પણ
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy