SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રસ્તાવ ૧૯૩ ઉંઘતા હોય ત્યારે, જાગતા હોય ત્યારે, રાત્રિનો કાળ હોય ત્યારે તથા દિવસનો કાળ હોય ત્યારે આમ સર્વે પણ કાર્યોમાં કાયા દ્વારા, વચન દ્વારા અને મન દ્વારા સમભાવપૂર્વક પ્રવૃત્તિ કરનારા હોય છે. 119911 યોગસાર વિવેચન – યોગી મહાત્માઓ પોતાની ગુણરમણતામાં જ અતિશય મગ્ન હોય છે. તેઓને બાહ્યભાવો સાથે કોઈ પણ જાતની તન્મયતા હોતી નથી. તેના જ કારણે પોતાના આત્મગુણોની સાથે જ સહજાનંદતા પ્રવર્તતી હોય છે. આ કારણે માનસિક વિચારોમાં પણ તે સમતાભાવ જ દેદીપ્યમાનપણે ઝળકતો હોય છે. વચનોમાં પણ હિતકારી, અતિશય પ્રિય અને પરિમિત વાણીનું જ ઉચ્ચાર કરનારા હોય છે અને કાયિક સઘળી પણ પ્રવૃત્તિ જયણાપૂર્વક હોવાથી કોઈ પણ જીવને અલ્પમાત્રાએ પણ પીડા ન થાય તે રીતે કરનારા હોય છે. પોતાના જીવનમાં વણાયેલી સહજાનંદતા સમતાના અભ્યાસથી વિકસેલી હોય છે. આ કારણે નિદ્રાકાલ હોય કે જાગૃતિકાલ હોય, રાત્રિ હોય કે દિવસ હોય, આમ સર્વ કાર્યોમાં તેઓની પ્રવૃત્તિ સમતાભાવ પૂર્વક જ હોય છે. આપણા જીવનમાં પણ આવા પ્રકારના સમતાના પરિણામો નિરંતર ટકી રહે તે માટે મનના પરિણામો, વચનના વ્યવહારો અને કાયિક પ્રવૃત્તિઓમાં સતત જાગૃત રહેવું જોઈએ. મહાત્મા પુરુષોના ચરિત્રો નજર સન્મુખ રાખવાં જોઇએ. મનમાં અશુભ વિચારો ન પ્રવર્તે તે માટે મૈત્રી આદિ ચાર ભાવનાઓ અને અનિત્ય આદિ બાર ભાવનાઓથી મનને સદા નવ પલ્લવિત રાખવું જોઈએ તથા વચનથી ક્યારેય પણ તુચ્છ ભાષા ન નીકળી જાય, તે માટે હિતકારી પ્રિય વચનો બોલવા દ્વારા જીભ ઉપર પણ ઘણા જ કન્ટ્રોલવાળા અને વિવેકી બનવું તથા કાયાથી કોઈ જીવની
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy