SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર કરવા સમુચિત પુરુષાર્થ કરવો, એમાં જ મનુષ્યભવની સાર્થકતા અને સફળતા છે. //૩૬ क्षान्त्यादिर्दशधा धर्मः, सर्वधर्मशिरोमणिः । सोऽपि साम्यवतामेव, मैत्र्यादिकृतकर्मणाम् ॥३७॥ ગાથાર્થ – ક્ષમા આદિ દશ પ્રકારનો જે ધર્મ છે, તે સર્વ ધર્મોમાં શિરોમણિ તુલ્ય છે. તે ધર્મ પણ મૈત્રી આદિ બાર ભાવનાઓ ભાવવાથી ભાવિત બનેલા સમતાવાળા આત્માઓને જ હોય છે. ||૩૭ી. વિવેચન - સાધુ જીવનમાં દર્શન-વંદન-પ્રતિક્રમણ પડિલેહણ ઇત્યાદિ અનેક પ્રકારની ધર્મકરણી કરવામાં આવે છે. તે સઘળી પણ ધર્મકરણીમાં શિરોમણિ સમાન જો કોઈ હોય તો ક્ષમા આદિ દશવિધ યતિધર્મ છે. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, તપ, સંયમ, સત્ય, શૌચ (માનસિક પવિત્રતા) અકિંચન્ય અને બ્રહ્મચર્ય આમ દશ પ્રકારનો યતિધર્મ સર્વમાં શિરોમણિ સમાન છે, તે ધર્મ સર્વશ્રેષ્ઠ ધર્મ ક્ષમા આદિ દશ પ્રકારના મુનિધર્મોના અભ્યાસથી અને જીવનમાં તે ધર્મોનું આચરણ કરવાથી સાધક આત્માનાં મન-વચન અને કાયા, કષાયોથી રહિત અતિશય શુદ્ધ અને પવિત્ર બને છે. સમાધિદશા અને સમતાભાવ સ્વાભાવિકપણે જ વિકાસ પામે છે સમતાભાવ અને સમાધિદશા આત્મસાત થાય છે. આ રીતે આત્મામાં વિકાસ પામતી સમતાદશાના બળથી આ જ આત્મામાં ક્ષમા આદિ ધર્મો અતિશય સુદૃઢ બને છે. મૈત્રી-પ્રમોદ-કરૂણા અને માધ્યશ્ય આ ચાર ભાવનાઓ એ ધર્મનું મૂલતત્ત્વ છે અને ક્ષમા આદિ દશવિધ મુનિ ધર્મો પણ મૈત્રી
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy