SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર ઘણો મતિભ્રમ ઉત્પન્ન કરે છે. આમાં કયો ધર્મ સાચો ? અને કયા ધર્મો ખોટા ? આનો નિર્ણય સામાન્ય માણસ કરી શકતો નથી. તેથી તેના કારણે ઘણા મુંઝાય છે. આ બધા દર્શનકારોની બાહ્ય છાપ એવી હોય છે કે સામાન્ય માણસ તેમાં મુંઝાઈ જાય છે. દરેક દર્શનકારો પોતપોતાના માનેલા ધર્મને જ સાચો ઠેરવવા મહેનત કરતા હોય છે અને ઘણા જ આવેશમાં આવીને બીજાના ધર્મને જુઠો છે, આમ જ સમજાવવા પ્રયત્નશીલ હોય છે અને બોલવાના આવેશ સાથે જોરદાર રીતે ખંડન-મંડન કરતા હોય છે, જેના કારણે પરસ્પર વાદ, વિવાદ, ક્લેશ અને ઝઘડા જ ઉત્પન્ન થાય છે. સર્વે પણ દર્શનકારો પોતાના મતની પુષ્ટિ અને બીજાના મતનું ખંડન જ કરતા હોય છે. પરિણામે મિથ્યાત્વ અને મમત્વ તથા વૈરાદિ ભાવોની વૃદ્ધિ થાય છે. સમતાનું સુખ મળવું જોઈએ. તેને બદલે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ ન સમજવાથી અને ખોટા આગ્રહો અને મમતાથી આ જીવ પોતાના આત્માનું નુકસાન કરે છે. પરિણામે અનંત સંસારનું પરિભ્રમણ આ જીવ કરે છે. પોતપોતાના દર્શનનો અનુરાગ જ એવો હોય છે કે પરસ્પર ઝઘડાનું જ મૂળ કારણ બને છે. પોતાના મગજમાં જે રીતે એકાન્તવાદપૂર્વક સમજાયું હોય તેને જ યથાર્થ માની લે છે. બીજાની વાત સાંભળવા પણ આ જીવ તૈયાર હોતો નથી. મિથ્યાત્વના ઉદયનું જોર જ એવું હોય છે કે કોઈની વાત સાંભળે નહીં. સત્ય મા જીવ આવે જ નહીં. શ્રી વીતરાગ પરમાત્માનો ધર્મ આવા પ્રકારના કદાગ્રહો, તથા રાગ અને દ્વેષની પક્કડથી સર્વથા મુક્ત છે. અનેક પ્રકારના નયોની અપેક્ષાવાળો ધર્મ છે. જો શુદ્ધ હૃદય રાખીને ભણવામાં સાંભળવામાં
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy