SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર નવરૂં પડવા દેવું, તે એકાગ્રતાનો અર્થ નથી. કારણ કે સારા વિચારોથી નવરૂં પાડો, એટલે તે નબળા વિચારોમાં દોડી જાય છે. માટે તે મનને સારા વિચારોમાં જકડી રાખવું અત્યન્ત જરૂરી છે. જૈન શાસ્ત્રોના વારંવાર શ્રવણ-મનનથી મન અતિશય નિર્મળ અને સ્થિર બને છે. માટે જ આ મનને સત્પુરુષોની સેવામાં તથા સત્પુરુષોએ બનાવેલા ગ્રંથોના દોહન-મનનમાં લયલીન રાખવું. પરમાત્માના સ્વરૂપમાં તન્મય બનાવી પોતાનું પણ તેવું જ સ્વરૂપ છે, તેના ચિંતન-મનનમાં મનને લયલીન બનાવવું. ॥૨॥ सुकरं मलधारित्वं, सुकरं दुष्करं तपः । सुकरोऽक्षनिरोधश्च दुष्करं चित्तशोधनम् ॥३०॥ ગાથાર્થ - વસ્ત્ર અને શરીર ઉપર મેલ ધારણ કરવો તે સુકર છે. દુષ્કર તપ કરવો તે સુકર છે. ઇન્દ્રિયોનો નિરોધ કરવો તે પણ સુકર છે, પરંતુ ચિત્તને કબજે કરવું ઘણું દુષ્કર છે. ૫૩ના વિવેચન - ચિત્તની શુદ્ધિ વિના કરાયેલાં સર્વ ધર્મ અનુષ્ઠાનો કર્મોની નિર્જરાનું અને આત્મ ઉત્થાનનું કારણ બનતાં નથી. ચિત્તની શુદ્ધિ વિના આત્મતત્ત્વનો સાચો આનંદ આ જીવને અનુભવાતો નથી. આ જીવ અનાદિકાળથી પાંચ ઇન્દ્રિયોના સુખો મેળવવા અને તે જ સુખોને માણવા માટે અનેક પ્રકારનાં પાપો કરે છે અને આ પાપોના કારણે ચિત્ત રાગ-દ્વેષાદિ દોષોથી જ ખરડાયેલું રહે છે અને તેના કારણે વધારે ને વધારે મલીન જ થતું જાય છે. મેલા-ઘેલા રહેવું, ભૂખ્યા રહેવું, તપ કરવો, ઇન્દ્રિયો ઉપર નિયમન કરવું, ચારિત્ર લેવું ઇત્યાદિ કાર્યો કરવાં ઘણાં કઠીન છે, તો પણ ધર્મની ભાવનાપૂર્વક કરાય તો સુકર બની જાય છે. પરંતુ મનને કન્ટ્રોલમાં રાખવું, તે અતિશય દુષ્કર છે.
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy