SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર સમતાભાવની વૃદ્ધિ માટે જણાવ્યાં છે. હવે જો ચિત્ત જ ચપળ રહેતું હોય અને વિકારી-મોહાંધ ભાવોમાં જ દોડતું હોય તો આ તપ-જપધ્યાનાદિ નિરર્થક બને છે. માટે ગ્રંથકારશ્રી મહાત્મા પુરુષ આપણને સમજાવે છે કે જો મન વિકારી છે તો આ ધર્માનુષ્ઠાનોથી શું ફાયદો? કર્મનિર્જરા તો ન કરાવે, પણ ઘણાં ચિકણાં કર્મો બંધાવે. હૃદયપ્રદીપ નામના ગ્રંથમાં શ્લોક-૩૦માં કહ્યું પણ છે કે “દુર્લભ એવી અણિમાદિ આઠ સિદ્ધિઓ, રસાયણ, અંજન, ધાતુવાદના પ્રકારો, વિવિધ ધ્યાનના ભેદો, મંત્ર તંત્ર અને ધ્યાનના પ્રકારો - આ સઘળુંય ધર્મ અનુષ્ઠાન, ચિત્તની અપ્રસન્નતા થતાં (અર્થાત ચિત્ત વિકારી અને વિલાસી બનતાં) વિષની જેમ આત્માનું અહિત કરનાર બને છે, નુકસાન કરનાર થાય છે.” ચિત્તમાં સંકલ્પ-વિકલ્પોની હારમાળા ઉત્પન્ન કરનાર જો કોઈ તત્ત્વ હોય તો તે વિષયવાસના છે અથવા ક્રોધાદિ ચારે કષાયોની અગ્નિજવાળા છે. તેવા પ્રકારના મોહાંધભાવોથી ભરપૂર ભરેલી વ્યક્તિઓ ગમે તેટલાં ધર્મ અનુષ્ઠાનો કરે તો પણ યથાસ્થિત તત્ત્વનો અનુભવ અને કર્મોની નિર્જરા કરી શકતા નથી, પણ વિકારોના જ વિચારોમાં અથડાતા તે જીવો ભારે ચીકણાં કર્મો બાંધીને નરકનિગોદના ભવોમાં રખડવા સ્વરૂપ દુઃખોની જંજાળ જ ઉભી કરનારા બને છે. તેઓને સમાધિનું સુખ સ્વપ્રમાં પણ મળતું નથી. (હૃદયપ્રદીપ ગાથા-૩૧) પાંચ ઇન્દ્રિયોના વિષયો અને ચારે કષાયોની ક્રૂરતાને પરવશ થયેલા જીવો બાહ્ય સાધુવેશ ધારણ કરી શકે છે. તેથી નગ્ન રહે, શ્વેત વસ્ત્ર રાખે કે રંગીન વસ્ત્ર રાખે. માથે લોચ કરાવે કે મોટી જટા રાખે, વ્રત-તપ-જપ કરે કે નવકાર મંત્રાદિનો જાપ કરે, આમ અનેક
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy