SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત સર્વેષાં વેધ સામાદ્ય, માદિમ પરમેષ્ઠિનાત્, દેવાધિદેવં સર્વશં, શ્રી વીરં પ્રણિદદમહે (૩૧) દેવો ને,ભવા ર્જિતોર્જિત મહા પાપ પ્રદીપાનલો, દેવઃ સિદ્ધિવધૂ વિશાલહૃદયા લંકારહારોપમઃ, દેવોખા દશ દોષ સિન્ધરઘટા નિર્ભેદ પંચાનનો, ભવ્યાનાં વિદધાતુ વાંછિત ફલ, શ્રી વીતરાગો જિનઃ (૩૨) સર્વ જ્ઞાતાઓમાં પ્રથમ, પરમેષ્ઠિઓમાં પ્રથમ, દેવોના દેવ એવા શ્રી મહાવીર સ્વામીનું અમે ધ્યાન કરીએ છીએ. (૩૧) જે દેવ અનેક ભવમાં ભેગા કરેલા ઘણા મોટા પાપોને બાળી નાખવા માટે અગ્નિ સમાન છે, જે દેવ સિદ્ધિ રૂપ વધૂના વિશાલહૃદયને અલંકૃત કરવા માટે હાર સમાન છે, જે દેવ અઢારદોષ રૂપ હાથીના સમૂહને ભેદવામાં સિંહ સમાન છે, તેવા શ્રીવીતરાગજિનેશ્વરભવ્યજીવોનેવાંછિત ફલ આપો. (૩૨) ખાતોષ્ટા પદ પર્વતો ગજપદ સમેત શૈલાભિધા, શ્રીમાનું રેવતકઃ પ્રસિદ્ધ મહિમા શત્રુંજ્યો મંડપ, વૈભારઃ કનકાચલો બુંદ ગિરિ શ્રી ચિત્ર કૂટાદય, સ્તત્ર શ્રી ઋષભાઇયો જિનવરાઃ કુર્વજુ વો મંગલમ્ (૩૩) પ્રસિદ્ધ અષ્ટાપદ પર્વત, ગજપદ પર્વત, સંમેતશિખર નામે પર્વત, શ્રીમાનું ગિરનાર પર્વત, પ્રસિદ્ધ માહાસ્યવાળો શત્રુંજ્ય પર્વત, માંડવગઢ, વૈભારગિરિ, સુવર્ણગિરિ, આબુ પર્વત, શ્રી ચિતોડ વગેરે જ્યાં શ્રી ઋષભાદિ જિનેશ્વરો છે, તે તમારું મંગલ કરો. (૩૩) આ ‘સકલાહત' મહાકાવ્ય મહારાજા કુમારપાલની પ્રાર્થનાથી રચવામાં આવેલું છે. આ સ્તોત્રનું મૂળનામ “ચતુર્વિશતિ-જિન-નમસ્કાર” છે. તે ‘બૃહચૈત્યવંદન'ના નામે પણ ઓળખાય છે કારણકે પાક્ષિક, ચઉમાસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે મોટું ચૈત્યવંદન કરવામાં તેનો ઉપયોગ થાય છે. આ સૂત્રનાં તેત્રીસ શ્લોકોમાં અહંદ્વોના અદ્ભૂત ગુણોનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે અને તેમની ઉપાસના અને આરાધનાની સાર્થકતા દર્શાવવામાં આવી છે.
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy