SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ xxvi ૧૨ કૃતિકર્મ દ્વાદશાવર્ત વંદન કરતી વખતે “અહો-કાર્ય-કાય” રૂપ ત્રણ અને “જત્તા બે જવણિ, જજં ચ ભે” રૂપ બીજા ત્રણ એક વખતના વંદનમાં બોલતાં ગુરૂ-ચરણે હાથનાં તળાં લગાડી પછી તે પોતાના લલાટે સ્પર્શનારૂપ કરાય ત્યારે આવર્ત થાય છે. એટલે બેવારના બાર આવર્ત. ચિત્ર નં-૩,૪,૫ ૪ શિરોનમન કાયસંફાસ” કહેતાં સ્વ મસ્તક ગુરૂ ચરણે નમાવવું તે એક શિરોનમન અને “ખામેમિ ખમાસમણો ! દેવસિય વઈક્કમ' બોલતી વખતે ફરી સ્વ મસ્તક નમાવવું તે બીજું શિરોનમન. બે વારનાં મળીને ચાર વાર શિરોનમન થાય છે. ચિત્ર નં- ૬ ૩.ગુપ્તિઃ મન, વચન અને કાયાને અન્ય વ્યાપારથી નિવર્તાવી વંદન કરતી વખતે સારી રીતે ગોપવી રાખવારૂપત્રણ ગુપ્તિ જાણવી. - ૨ “પ્રવેશ” “અણજાણહમેમિઉષ્માં” કહી પ્રથમ વખત વંદન કરતાં ગુરૂની અનુજ્ઞા લઈને અવગ્રહમાં પ્રવેશ કરવો, તે પહેલો પ્રવેશ અને અવગ્રહમાંથી નીકળી ગયા પછી ફરીવાર અવગ્રહમાં પ્રવેશ કરવો તેબીજો પ્રવેશ. ૧ “નિષ્ક્રમણ': અવગ્રહમાંથી “આવસિઆએ” પદ બોલીને બહાર નીકળવું, તે નિષ્ક્રમણ, બીજી વારની વંદનામાં આ પદ બોલવામાં આવતું નથી, એટલે નિષ્ક્રમણ એક જવારથાયછે. ગુરૂવંદન” માં “ઇચ્છા (નિવેદન); અનુજ્ઞાપન, અવ્યાબાધ (પૃચ્છા), યાત્રા(પૃચ્છા),યાપના (પૃચ્છા) અનેઅપરાધક્ષમાપના”એ સ્થાન હોય છે. ૧.ઇચ્છા-નિવેદન-સ્થાન ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજ્જાએ નિસાહિઆએ- હે ક્ષમાશ્રમણ!આપનેહુનિર્વિકાર અને નિષ્પાપકાયાવડેવંદન કરવાને ઇચ્છું છું. આ પદોથી વંદન કરવાની ઇચ્છાનું નિવેદન થાય છે તેથી તે “ઇચ્છા નિવેદન-સ્થાન” કહેવાય છે. શિષ્ય ઇચ્છાનું નિવેદન કર્યા પછી ગુરૂ જો કામમાં હોય તો ત્રિવિધેન એવા શબ્દો કહે છે અને આજ્ઞા આપવી હોય તો “છંદેણુ”- “તમારી ઇચ્છા હોય તે પ્રમાણે કરો” એમ કહે છે.
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy