SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ : (૪૧૫) તો જોઈએ છીએ. બધું જોઈએ છીએ. પણ વધારે કહી શકાય નહીં (આંખમાં આંસુ આવ્યા) તારે ને મારે બેઉને પોટલા છે અમે તો ખપાવીએ છીએ ને તું સ્વપ્નદશામાં છે ! અમારી પાસે ગમે તેટલા માણસ આવે, કોઈ ક્રૂરમાં ક્રૂર હોય તો પણ અમે તેને મોઢે કહીએ નહીં. અમારા પેટમાં બધું શમાવી દઈએ અને સમભાવ રાખીએ. ખરાબમાં ખરાબ હોય તોપણ સમભાવ રાખીએ અને જે ગુણવાન, શીલવાન હોય તેના ઉપર પ્રેમ ઉમળકો આવે છે. આ તો તને ખાનગીમાં ગુપ્ત વાત કહીએ છીએ. અમે કોઈને સ્પષ્ટ આટલું ઉઘાડું કરીને કહીએ નહીં. તને તો ભેદ પાડીને બતાવ્યો છે. માટે હવે તો કર્તવ્ય છે. તે જ કર્યાં કરવું. તેની પાછળ ગાંડા બની જવું. માટે જે આત્મા જ્ઞાનીએ જોયો છે ને જે જ્ઞાનીએ કહ્યો છે તે પ્રમાણે આજ્ઞાનું અવલંબન કરવું તે જ ધર્મ છે. તે જ કર્તવ્ય છે. હવે તો પૂર્ણ જાગૃત થઈને આત્મા જ જોવો ને આત્મામાં જ રહેવું. આજ્ઞા બરાબર પાળવાથી જન્મ મરણથી છુટાશે, અનઅવલંબન કરવાથી નરકમાં પડાશે, માટે શું કરવું તેનો વિચાર રાખવો ને તે પ્રમાણે કરવું. અમે તો કહેવાના ધણી છીએ ! તમને રસ્તો બતાવનાર છીએ. કરવાનું તમારે છે, માટે ફરી ફરીને કહીએ છીએ અમારો તો ધર્મ છે કે અમારે જીવનો ઉધ્ધાર કરવો અને યોગ્ય દશા ઉપર દોરવો, લઈ જવો. કૃપાળુદેવે અમારા ઉપર બેહદ અત્યંત દયા કરી અમને જાગૃત કર્યા તેનો ઉપકાર કેમ ભૂલાય ? હું તો લુચ્ચામાં લુચ્ચો હતો, બે બઈરીઓ હતી, સંસાર ભોગવ્યો, વિષય ભોગવ્યા, સંસારનું બધું ભોગવ્યું છતાં મોહ તો વર્ધમાન ને વર્ધમાન થતો ગયો. પણ પરમકૃપાળુદેવે અમારી જ્યાં જ્યાં ભૂલ થઈ ત્યાં ત્યાં ચેતવ્યા'અને જે આજ્ઞા કરવામાં આવી તે અમે યથાતથ્ય પાળી. માટે તે પ્રમાણે
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy