SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ !_*41; (૪૦૨) સાત વ્યસન વ.મૃ.પૃ.૬૭૫ (જાગતું, માંસ, મદિરા, વેશ્યાગમન, શિકાર, ચોરી, પરસ્ત્રી)નો ત્યાગ. (અથ સમવ્યસન નામ ચોપાઈ) દ , આમિષ, મદિરા, દારી,૪ આહેટક," ચોરી, પરનારી; ‘“જૂવા,' એહિ સમવ્યસન દુ: ખદાઈ, દુરિતમૂળ દુર્ગતિકે જાઈ.'' એ સમવ્યસનનો ત્યાગ. રાત્રિભોજનનો ત્યાગ. અમુક સિવાય સર્વ વનસ્પતિનો ત્યાગ. અમુક તિથિએ અત્યાગ વનસ્પતિનો પણ પ્રતિબંધ. અમુક રસનો ત્યાગ. અબ્રહ્મચર્યનો ત્યાગ. પરિગ્રહ પરિમાણ. શરીરમાં વિશેષ રોગાદિ ઉપદ્રવથી, બેભાનપણાથી, રાજા અથવા દેવાદિના બળાત્કારથી અત્રે વિદિત કરેલ નિયમમાં પ્રવર્તવા અશક્ત થવાય તો તે માટે પશ્ચાતાપનું સ્થાનક સમજવું. સ્વેચ્છાએ કરીને તે નિયમમાં ન્યૂનાધિકતા કંઈ પણ કરવાની પ્રતિજ્ઞા. સત્પુરુષની આજ્ઞાએ તે નિયમમાં ફેરફાર કરવાથી નિયમ ભંગ નહીં. વ.મૃ.પૃ.૬૭૯ ઉપદેશ નોંધ ૩૭ 'अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया: नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः' અજ્ઞાનરૂપી તિમિર, અંધકારથી જે અંધ તેનાં નેત્ર જેણે જ્ઞાનરૂપી અંજનશલાકા, આંજવાની સળીથી ખોલ્યાં તે શ્રી સદ્ગુરુને નમસ્કાર. 'मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम्, ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये.' મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગે લઈ જનાર, કર્મરૂપ પર્વતના ભેત્તા, ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર, તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે હું વંદું છું. અત્રે મોક્ષમાર્ગના નેતા એમ કહી આત્માના અસ્તિત્વથી માંડી તેના મોક્ષ અને મોક્ષના ઉપાયસહિત બધાં પદો તથા મોક્ષ પામેલાનો સ્વીકાર કર્યો, તેમ જ જીવ, અજીવ આદિ બધાં તત્ત્વોનો સ્વીકાર કર્યો. મોક્ષ, બંધની અપેક્ષા
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy