SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ - ન; rjી (૩૯૨) કંઈક આ અવસરના સમાગમમાં થઈ છે, એટલે એકદમ દશા વિશેષ ન થાય તોપણ આશ્ચર્ય નથી. ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કોઈ પણ જીવ વિષેની વૃત્તિ હોય તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપયોગ અથવા પરમપુરૂષની ઉપર કહી છે તે દશાના અવલંબને આત્મસ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે, કેમકે બીજો કોઈ પણ વિકલ્પ રાખવા જેવું નથી. જે કોઈ સાચા અંતઃકરણે પુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી; અને શરીરનિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા યોગ્ય છે, એટલે તે વિષે પણ કંઈ વિકલ્પ રાખવા યોગ્ય નથી. જે વિકલ્પ તમે ઘણું કરીને શમાવ્યો છે, તોપણ નિશ્ચયના બળવાનપણાને અર્થે દર્શાવ્યું છે. | સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ જ્ઞાન સમાય છે; તેની પ્રતીતિમાં સર્વ સમ્યફદર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યફચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે; કેવળ નિઃસંદેહ છે. એ જ વિનંતિ. પત્ર ૮૩૨ વવાણિયા, ૪, ૧૫૪ દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિસ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે; મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે, પણ અહો! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy