SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮૭) - અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યકત્વ કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ, હર્ષ, શોક ક્રમે કરી ક્ષય થાય. મનરૂપ યોગમાં તારતમ્યસહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે. અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે. નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાય કર્મના ક્ષયે પ્રગટે છે. કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન છે...... કેવળજ્ઞાન છે. પત્ર ૭૧૯ નડિયાદ, આસો વદ ૧૦, શનિ, ૧૯૫ર આત્માર્થી, મુનિપથાભ્યાસી શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી આદિ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. પત્ર પ્રાપ્ત થયું હતું. શ્રી સદ્ગુરુદેવના અનુગ્રહથી અત્ર સમાધિ છે. એકાંતમાં અવગાહવાને અર્થે આત્મસિદ્ધિશાસ્ત્ર આ જોડે મોકલ્યું છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા યોગ્ય છે. જિનાગમ વિચારવાની શ્રી લલ્લુજી અથવા શ્રી દેવકરણજીને ઈચ્છા હોય તો “આચારાંગ’, ‘સૂયગડાંગ', ‘દશવૈકાલિક', ઉત્તરાધ્યયન' અને ‘પ્રશ્નવ્યાકરણ’ વિચારવા યોગ્ય છે. આત્મસિદ્ધિશાસ્ત્રી શ્રી દેવકરણજીએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે; તોપણ જો શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સત્પરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા.ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ, અને
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy