SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૧) ૫૧૫. લેશ સમય મૌન રહું. પ૩૨. ભૂલની વિસ્મૃતી કરવી નહીં. ૫૪૯. કોઈ કાળે તત્વ વડે કરી દુનિયામાંથી દુઃખ જશે એમ માનું. ૫૫૩. કોઈ કાળે મને દુઃખી માનું નહીં. ૫૫૮. પ્રત્યેકના ગુણને પ્રફુલ્લિત કરું. પ૬૩, સૃષ્ટિના દાખલ થતાં સુધી પાપ પુણ્ય છે એમ માનું. -પ૬૪. એ સિદ્ધાંત તત્ત્વધર્મનો છે, નાસ્તિક્તાનો નથી એમ માનું. પ૬૫. હૃદ્ય શોકિત કરું નહીં. ૫૬૬. વાત્સલ્યતાથી વૈરીને પણ વશ કરું. ૫૯૨. જ્ઞાન વિના સઘળી યાચનાઓ ત્યાગું છું. ૬૦૮. અનેક દેવ પૂજું નહીં. ૬૦૯. ગુણસ્તવન સર્વોત્તમ ગણું. ૬૨૯. વારંવાર અવયવો નિરખું નહીં. ૬૪૭. ધર્મનામે કલેશમાં પડું નહીં. ૬૮૩. આજીવિકા અર્થે સામાન્ય પાપ કરતાં પણ કંપતો જઈશ. વચનામૃત (વચનામૃત પૃ.૧૫૫ આંક ૨૧) ૨૫. સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારી પોકારીને કહી ગયા; પણ કોઈ વિરલાને જ તે યથાર્થ સમજાયું. ૩૦. અમે બહુ વિચાર કરીને આ મૂળ તત્વ શોધ્યું છે કે, ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. પર. હું કહું છું એમ કોઈ કરશો? મારું કહેલું સઘળું માન્ય રાખશો ? મારાં કહેલાં ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો ? હા હોય તો જ હે પુરુષ ! તું મારી ઈચ્છા કરજે. ૭૨. ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ શલ્ય છે. શોકને સંભારવો નહીં; આ
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy