SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૪) આ પત્તું પ.કૃ.પ્રભુશ્રીની આજ્ઞાથી રાખેલ છે. સં.૧૯૭૯ ભાદરવા વદ ૧૦ ને વાર ગુરુવાર ૪-૧૦-૨૩ ની સવાર સત્પુરુષ પ્રત્યે, તેમના માર્ગ પ્રત્યે, અને તેમના અનુયાયી પ્રત્યે તમને અમને ભક્તિભાવ વરતતાં હોય તો નીકટ મોક્ષ છે. અને તેથી વિપરીત વર્તતો હોય તો બંધન છે. આ અનંતાનુંબંધીનું કારણ છે. - * સમાધીમાંથી ઊઠીને પ.કૃ.પ્રભુશ્રીએ પૂ કશીભઈ પાસે લખાવી, વિચાર અર્થે મૂક્યું હતું : - સત્પુરુષ પ્રત્યે, તેમના માર્ગ પ્રત્યે અને તેમના અનુયાયી પ્રત્યે તમને, અમને કટાક્ષ વર્તશે તો બંધન છે. આ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. * શ્રીએ માણેકજી શેઠને જણાવેલું “સન્મુખ્યષ્ટી, ગુરુગમ, આજ્ઞા, - તે મોક્ષમાર્ગ છે.’’ * શ્રીએ જણાવ્યું કે ગાળ ભાંડેલી બધા યાદ તો રાખે છે. પણ અવળું લેવું છે. સત્પુરુષનું એક પણ વેણ કાનમાં પડયું હોય તેને જેમ વાઘ* ભૂલી ન ગયો તેમ સદાય હૃદયમાં ખટકતું રાખે, નિરંતર તેનો ઉપયોગ રાખે તો તે વેણ તેને ક્યાંય ઊભો રહેવા ન દે. તાવવાળા શરીરને જેમ કશું ભાવે નહીં તેમ તેને સંસાર ગમે નહીં. પણ તેવું લાગી જવું જોઈએ. * કુંકાવાવમાં પ્રભુશ્રીએ એક ભાઈને કહ્યું કે સ્ત્રી કે મકાન જોયું તે વખતે પહેલો આત્મા જોવો. પછી ભેદ પાડવો કે જોનાર-જાણનાર આત્મા છે. દેખાય છે તે પુદ્ગલ છે. તો મોહ ન થાય. કારણ કે સ્વભાવમાં રહ્યો તેથી બંધ ન પડે. જ્ઞાનીઓએ કૂંચી બતાવી છે. વૃત્તિ રોકે તે વ્રત. ઉપયોગ એ ધર્મ, ક્રિયા એ કર્મ, ભૂલ એ મિથ્યાત્વ. વૃત્તિને રોકીને સ્મરણમાં રહેવું. દેરાસરે જવાનું * જુઓ ઉપદેશામૃત પૃ.૨૮૮
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy