SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૮) લઈ આત્મભાવના કરતાં મારૂષ માતુષ મુનિને કેવળજ્ઞાન પ્રગટ થયું. જ્ઞાનાવરણાદિક કર્મો પૂર્વે માઠા અધ્યવસાયથી કે માઠા પરિણામથી જે તીવ્ર રસે બાંધેલા હતા તે કર્મો આત્મભાવના કરતાં સ્વસ્વરૂપમાં સમાતાં, સ્વસ્વરૂપમાં તદાકાર એકલીનતા ઉપયોગની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ થતાં તે સર્વે કર્મોનો અભાવ થઈ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તે પ્રકારે તે મુનિને થયું. સદ્ગુરુના વચન પ્રમાણે જિનવાણીનું શ્રવણ કરી એટલે ઉપશમ સંવર અને વિવેક એટલું વચન શ્રવણ કરી ચીલાતી કુંવર ચાર જીવની હત્યા કરી આવતો હતો તેને એક ઉપશમ અને વિવેક એ બે જ માત્ર વચનોથી આત્મભાવના થવાથી ઘાતી કર્મોનો ક્ષય થયો. એટલે જિનમાર્ગનું સ્વરૂપ સમ્યક્દર્શન આદિ આત્મગુણો નિર્મળ કરી સ્વસ્વરૂપમાં સ્થિતિ કરવી. સ્વરૂપમાં એક રસપણે સ્વઉપયોગમાં શુદ્ધ આત્મઅનુભવ કરતો આત્મા પરિણમે તો અંતરમુહૂર્તમાં સર્વ આવરણરહિત થાય અને તે પ્રમાણે ગુણસ્થાનક કે માર્ગણા તે આત્માના ઉત્તરોત્તર પરિણામની વિશુદ્ધતા છે. જેમ જેમ પરિણામની વિશુદ્ધતા તેમ તેમ આત્મા ઉંચા ગુણસ્થાનકોને સ્પર્શે છે. એટલે પરિણામની ધારાએ ગુણસ્થાનક કહેલા છે. અને તે મોક્ષમાર્ગે ચઢવાની શ્રેણી છે. તેથી સમ્યક્દષ્ટ પુરુષો આશ્રવના કાર્યોમાં પણ સંવર અને અનંતગણી કર્મની નિર્જરા કરે છે અને મિથ્યાદષ્ટિ જીવો સંવરના કામોમાં એટલે તપ, જપ આદિ સર્વે ધર્મ સાધનોમાં આશ્રવ કરે છે. અહો ! કેવી પરિણામની ખૂબી છે કે માત્ર સદ્ગુરુની કૃપાવડીએ આત્મસ્વરૂપનું ભાન થયું. તેને મોક્ષ જ છે. દીગમ્બર આચાર્યો તો આત્માનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે એમ કહે છે. એટલે સ્વરૂપનું ભાન થયું એટલે ભ્રાંતિ ગઈ કે અજ્ઞાન ગયું કે મિથ્યાત્વ ગયું. એ સર્વે એકાર્થ છે. અને તે ભ્રાંતિ આદિ જવાથી મુક્ત આત્માનું સ્વરૂપ સમજાઈ આત્મા મુક્ત થાય છે. એ સર્વ આત્મભાવનાનું કાર્ય છે. માટે આવા ભયંકર કલિકાળમાં જેને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હશે તેવા પુરુષને સાક્ષાત્ બોધમૂર્તિ સજીવન મૂર્તિ એવા સદ્ગુરુનું દર્શન કે સમાગમ થઈ બોધ થશે અને તે બોધ આત્મામાં હાડહાડની મીંજાએ રોમ રોમ આત્મામાં પરિણમી જશે. ત્યારે એને કંઈ મોક્ષને
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy