SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૩) અગ્નિ છે. તેના આશ્રયે જરૂર દીવો પ્રગટે. ભરત ચેત, ભરત ચેત, એમ હતું તેમ ચેતવાનું છે. પ્રત્યક્ષ પુરુષનું વચન છે તે પ્રત્યક્ષ કરે જ. ન સળગે તેવી દીવાસળી નથી. આ બધું (જે કંઈ દેખાય છે તે) ઉદય છે. તે તો ફૂ થઈ જવાનું છે. તે જોવાનું નથી. તેની સમજણ કાઢી નાખવી. જ્ઞાનીની સમજણ લેવી. હું સમજું છું તેવું મનમાંથી કાઢી નાખવું. હું કંઈ સમજતો નથી તેવું દઢ કરી જ્ઞાનીની સમજણના આશ્રયે ચાલવું. રાત્રે - સમયસાર કર્તાકર્મ અધિકાર પૂરો થયો. જિનશાસનનું રહસ્ય જિણવયણે અણુરત્તા, ગુરૂવયણે જે કાંતિ ભાવેણ, અસબલ અસંકિલિષ્ઠા તે હતિ પરિત્ત સંસારા; જિનવચને અનુરક્તાઃ ગુરૂવચન યે કુર્વતિ ભાવેન અશબલા અસંકિલટા: તે ભવતિ પરિત્ત સંસારા: જિનશાસનનું રહસ્ય પામનાર અધિકારી કેવો હોય કે જેણે સદ્દગુરુનું કે અસદ્ગુરુનું સ્વરૂપ યથાતથ્ય જાણ્યું છે. તે પુરુષરૂપ ભગવાન સદ્દગુરુના ચરણને પરમ પ્રેમે સેવે છે. ત્રણ લોકનું તત્ત્વ અને સમસ્ત વિશ્વનું અધિષ્ઠાન એવું સદ્ગુરુના ચરણનું શરણ જેણે લીધું છે એવો જે ઉત્કૃષ્ટ તીવ્ર વૈરાગી કે ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તે જિનશાસનનું રહસ્ય પામે છે. જિનશાસન એટલે રાગ દ્વેષ અને અજ્ઞાનરહિત, એવા પરમ વિશુદ્ધ સ્વરૂપને પામેલા એવા પરમાત્મા દેવનું કે નિગ્રંથ ગુરુનું શાસન એટલે નિગ્રંથ શાસન; તે બન્ને એક જ સમજવું. તે નિગ્રંથ શાસન જેની મિથ્યાત્વ મોહરૂપી ગ્રંથી ગઈ છે. અર્થાત્ જે વિભાવ ભાવોની અનાદિની આત્માને વિષે છાયા પડેલી છે તે છાયાથી રહિત નિર્મળ, શુદ્ધ, સ્ફફ્ટીક સમાન શુદ્ધ સહજ સ્વભાવે રહેલું ચૈતન્ય અસંગભાવે જેણે અનુભવ્યું છે અને ત્રિકાળ જે અસંગભાવે રહ્યાં છે એવા નિગ્રંથ સદ્દગુરુનું
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy