SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ {' (૨૯૦) .. તે માને નહીં. બે વચનમાં બધું સમાય છે. જ્ઞાની કહે છે “હોત આસવા પરિસવા...'' સંવર=પુણ્ય. આશ્રવ=પાપ, દાખલો સ્ત્રીનું રૂપ જોઈ એક નર્કે જાય અને એક દેવગતીમાં જાય. એ બેમાં માત્ર સમજ ફેર. સમજ્યા વગર જીવને છૂટકો નથી. એક, ભાવ ને પરિણામ, બે જ છે. સૌ પાસે છે. જેના ભાવ તેવા ફળ ફળે. ચમત્કારી છે. ભેદી મલ્યો નથી. પ્રતીત આવી નથી. આસ્થા થઈ નથી. એ તો જ્ઞાનીના વચન છે; પણ છે. પરોક્ષવાળાને પ્રત્યક્ષ થશે. અહીં બેઠા છે, અંતરમાંથી માન્યું તેને પ્રત્યક્ષ થશે. સામાન્ય ન કરવું, નથી જોયો, નથી જાણ્યો, ઓળખ્યા નથી. પણ આવ્યા. સાંભળ્યું ને સમજ્યા તે શી રીતે ? અમે પોતે જે ઢુંઢીયા હતા તે સૌ પોતાનો એકડો એક ખરો કરનારા. તપા ખોટા. તે મિથ્યાત્વ, પણ સમજણથી વાત બીજી થઈ. એક શબ્દ ને શ્રવણ સાંભળવાથી ભેદ થયો. સતપુરુષની મુખમુદ્રા ભલે કહે નહીં . છતાં સામા જીવ ઉપર આત્માની અસર થાય. (બે પ્રકારના મનુષ્ય-એક તરવાની ઈચ્છા નથી ને બીજા માની બેઠા કે તરી ગયા છે, પણ જેને જેવી ઈચ્છા હોય તેવો સંગ મળે) બોધની વાણી જોઈ તેણે ચક્કર ફેરવી દીધું. ભાવ એવા આવી જાય કે કામ કાઢી નાખે, ને કોઈ બોલ એવા કે ભૂંડું કરે. જ્ઞાનીના અપૂર્વ વચનો હૃદયમાં ઉતરી જાય. જીવ ખપી થાય તોજ બને. ખપીતો થવું જ પડશે. આમાં તો એક પૂર્વકર્મ ને બીજુ પૂરુષાર્થ. ‘‘જગત જીવ હૈ કર્માધીના.’’ માટે કાંઈ એવું કરો કે જેથી આત્માનું હિત થાય. ‘‘કર સત્પુરુષાર્થ’’ કોઈને તેડવા ગયા નહીં. ક્યાંથી આવીને ચકડ થઈ રહ્યા ! કંઈક ફળ બાઝેલા પણ પડી ગયા, ખરી ગયા. એક બોધ જોઈએ. તમને કોણ મનાવા આવ્યું ? પૂર્વ કર્મ એ જ પ્રારબ્ધ નિમિત્ત તો ખરું જ. (સત્પુરુષનું) સાંભળ્યા વગર કંઈ નહીં. પંખીડા છે,મેળાવડો છે. પરબનું પાણી છે, પૈસા વગરનું છે, પી લો. ભૂંડું કર્યું છે પ્રમાદે. એ વાત તો બહુ જબરી છે. દેવવંદનના પાંચ શ્લોકે તો કોડી કર્મ ખપે, ભાવને શ્રદ્ધા કામ કરશે. વીતરાગ કહે છે તે કર્યે છૂટકો છે. સાત ફેરા ગરજ છે ત્યારે આવે છે. આ બધું મેળવેલું આત્માનું છે. અનંતા આવા ભવ કર્યા છે. હવે જાગૃત થવું. એક કૃપાળુનો પત્ર. “વીતરાગનો કહેલો.....'' આ બધી ભાવનાની વાત છે. વિચાર કરે તો તપ થાય ને લાભ. તે કરવું જ. આ તે
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy