SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૬) તેવી દવા ડાહ્યો ડોક્ટર આપે. તેમ જ્યારે આપનું આવવાનું થાય છે ત્યારે વૈરાગ્યનો ઉતમ ઉપદેશ આપને મળે છે અને આપને નિમિત્તે અમને પણ તે લાભ મળે છે. તો હવે આપ ભવિષ્યમાં પધારો ત્યારે સૌ સંસાર વાસનાઓ દૂર કરી, એક આત્મકલ્યાણની ભાવનાથી આવશો તો કેવો આત્મા પ્રફુલ્લિત થાય છે તે વગર કહે આપના અનુભવમાં આવશે. અણસમજણ બાળક હોય ત્યાંસુધી મળમૂત્ર ચૂંથી તેને રમત માની આનંદ માને છે પણ મોટો થયા પછી તેની સામું પણ ન જુએ, તેમ મલીન વાસનાઓ, સપુરુષના બોધે દૂર કરી પવિત્ર થવા આપને પ્રાર્થના છે. *** તા. ૩૧.૧.૩૦ પ્રભુશ્રીજીએ લખાવેલો પત્રમાંથી ઉતારો: શ્રીમદ દેવાધિદેવ પ.કૃદેવની આજ્ઞા છે જે જે અશુદ્રવૃત્તિને રોકશોજી. માટે વૃત્તિને રોકવી. એમ વિચાર શુદ્ધ ભાવમાં જોડવાની ભલામણ છે જ. “શુદ્ધતા વિચારે ધ્યાવૈ, શુદ્ધતામેં કેલિ કરે, શુદ્ધતામેં સ્થિર હૈ અમૃતધારા બરસૈ.” તો અશુદ્ધ વૃત્તિના નિમિત્તો ટાળી શુદ્ધ વૃત્તિમાં જોડાવાય તેવા નિમિત્તો ઉપાસવા યોગ્ય છે જ. પણ અત્યારે કેમ ઈચ્છા પ્રમાણે થતું નથી ? . અત્યારનું ઈચ્છેલું હજું બીજ રૂપ છે. તે તેનો કાળ પરિપકવ થયે વગર ઈચ્છયે ઊભું થશે અને જેટલાં બળપૂર્વક ઈચ્છા થયેલી તેટલા બળપૂર્વક તેનો રસ ઉદયકાળે જણાશે. પણ તેને પ્રતિકૂળ સંજોગો મળતા રહેતા હશે તો ઉદય વખતે બળહીણપણું અનુભવાશે અને અનુકુળ સંજોગો વિશેષ બળપણ પ્રેરે છે. આ વાત સર્વ કર્મ પ્રકૃતિને, આયુષ્ય સુદ્ધાને લાગું પડે છે. તેથી હવે આપણે આ ભવમાં જે કાળ ગાળવો રહ્યો છે તે સત્પુરુષની દષ્ટિએ જાય તો આ દુર્લભ મનુષ્યદેહ મળ્યાનું સાર્થક સફળપણું થાય.
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy