SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૧) પુનાની પ્રતિજ્ઞા પુનામાં બનેલા પ્રસંગની નોંધ બ્રહ્મચારીએ લીધેલી તેમાંથી કેટલાક ભાગનો ઉલ્લેખ : આમ લેભાગુથી માર્ગ ચાલે નહિ. સાચ ઉપર વાત આવી છે. જેમ છે તેમ હવે તો ઉઘાડું કહી દઈશું. જેને માનવું હોય તે માને અને ન માને તો તે તેનો અધિકાર છે. અમારે તો હવે છૂટી પડવું છે. પૂજા, ફૂલ, સેવા એ બધું થવા દીધું, એ અમારી ભૂલ. આ બધા સંઘ આગળ અમે તો કહી છૂટીએ છીએ કે નાની ઉમરથી સંયમ લીધો હતો તે આવાને આવા હઈશું? ભૂલો પણ થઈ હશે પણ હવે તો એ સાચ ઉપરજ જવું છે. અમને આશ્રમનો પ્રતિબંધ નથી. એ આશ્રમમાં હવે અમારે માથું મારવું નથી. ભલે ત્યાં ઢોરાં અને ગધેડા ફેરવો. એક નિવૃત્તિનું, કાળ ગાળવાનું, ભક્તિ-ભજન કરી ખાવાનું ઠામ કર્યું હતું ત્યાં તો શું નું શું થઈ પડ્યું. અમે જાત્રામાં આમ બધે વિચર્યા છીએ. ત્યાં ઘણી જગ્યાઓ જોઈ રાખી છે. વૃદ્ધાવસ્થા છે એટલે નિવૃત્તિ માટે સ્થવિર કલ્પીને ઘટે તેમ કોઈ સ્થાનક જોઈએ. તે પુણ્યના ભોગે એવું બીજુ કોઈ થઈ પડશે. પણ ત્યાં કોઈએ અમારી રજા વગર આવવું નહિં અને પત્ર વગેરે લખવાની પણ જરૂર નથી. ગુરુને શરણે અમે તો જ્યારે આશ્રમ સુધરશે, બધાં સારા વાનાં થશે, ત્યારે જાણીશું અને તે વખતે આવવાની પણ હરકત નથી. ત્યાં આશ્રમમાં એકાદ મુનિ રહેશે અને જે ખપી હોય તેણે ભક્તિ-ભજનમાં કાળ ગાળવો. પણ ત્યાં ચિત્રપટ અને શુભસ્થાનકો છે તેની આશાતના ન કરવી અને નાગાઈવેડા ન કરવા. બીજું બધું કામ બંધ રાખવું. અમને એમ જણાય છે કે આશ્રમના ગ્રહ હમણાં ઠીક નથી. અનુકૂળતાએ ધીમે ધીમે મંદુ મંદુ બધું થઈ રહેશે. કોઈની ભણી કાંઈ જોવા જેવું નથી. પોતે પોતાનું કરી રહ્યા જવાનો માર્ગ છે. અમારે હવે અવસ્થા થઈ. અમારે અમારું સંભાળવું જોઈએ કે નહિ? અમે તો અજ્ઞાતપણે જડભરતની પેઠે વિચરતા હતા તેમાં આણે - (રણછોડભાઈએ) પેણું ફોડયું. એવાકાળમાં એની સેવાભક્તિને લીધે આંતરડી
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy