SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૫) સાચી સાધના-આત્માની ઓળખાણ જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી; માનુષાદેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી. શું થયું સ્નાન પૂજાને સેવા થકી, શું થયું ઘેર રહી દાન દીધે; શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે, શું થયું વાળ લોચન કીધે. શું થયું તપ ને તીરથ કીધા થકી, શું થયું માળ ગ્રહી નામ લીધે; શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,શું થયું ગંગજલ પાન કીધે. શું થયું વેદ વ્યાકરણ વાણી વધે, શું થયું રાગ ને રંગ જાણ્યે; શું થયું ખટ દરશન સેવ્યા થકી, શું થયું વરણના ભેદ આણ્યે. : એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, આત્મારામ પરિબ્રહ્મ ન જોયો; ભણે નરસૈયો કે તત્ત્વ દર્શન વિના, રત્ન ચિંતામણિ જન્મ ખોયો. 0 (નરસિંહ મહેતા)
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy