SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૫) ઢાળ ચોથી ચોથી દીક્ષા દષ્ટિ-વિચાર યોગ દષ્ટિ ચોથી કહીજી, દીમા તિહાં ન ઉત્થાન; પ્રાણાયામ તે ભાવથીજી, દીપ પ્રભાસમ જ્ઞાન. મનમોહન જિનજી મીઠી તાહરી વાણ. ૧ બાહ્ય ભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરી પ્રાણાયામ સ્વભાવ. મન. ૨ ધર્મ અર્થે બહાં પ્રાણનેજી, છાંડે પણ નહીં ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડેછે, જુઓ એ દષ્ટિનો મર્મ. મન. ૩ તત્ત્વ શ્રવણ મધુરોદકેજી, ઈહાં હોયે બીજ-પ્રરોહ; ખાર ઉદક સમ ભવ ત્યજેસ્ટ, ગુરુભક્તિ અદ્રોહ. મન. ૪ સૂક્ષ્મબોધ તો પણ ઈહાંજી, સમતિ વિણ નવિ હોય; વેદ્ય સંવેદ્ય પદે કહ્યો છે, તે ન અવેધે જોય. મન. ૫ વેદ્ય “બંધ શિવ’ હેતુ છેજી, સંવેદન તસ નાણ; નયનિક્ષેપે અતિ ભલુંજી, વેદ્ય સંઘ પ્રમાણ. તે પદ ગ્રંથી વિભેદથીજી, વેહલી પાપ પ્રવૃત્તિ, તપ્ત લોહ પદ ધૃતિ સમીજી, તિહાં હોય અંતે નિવૃત્તિ. મન. મન. ૬ એહ થકી વિપરીત છેજ, પદ તે અવેદ્ય સંવેદ્ય; ભવાભિનંદી જીવનજી, તેહ હોય વજ અભેદ્ય. મન. ૮ લોભી કૃપણ દયામણોજી, માયી મચ્છર ઠાણ; ભવાભિનંદી ભય ભર્યો, અફલ આરંભ અયાણ, મન. ૯
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy