SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૩) દુષ્કર વ્રતો પણ વિધિથી પાળું, સંશય સર્વે ટાળું, તોય પીંપળ-પાન સમ મન ચંચળ, તેથી ન સિદ્ધિ ભાળું. હે! ગુરુરાજ. ૧૫ કલ્યાણ કેમ નથી થતું - બાહ્ય પદાર્થો ઈચ્છી ભટકતું, દોદશ ઝાંવાં મારે, આકુળ વ્યાકુળ નિત્ય કરે નકામું, જ્ઞાન સ્વરૂપ આત્માને; સંસાર-વર્ધક કર્મ'- સખા મન, ઈન્દ્રિય ગામ વસાવે, જીવે એવું મને ત્યાં સુધી ક્યાંથી, સંયમી, કલ્યાણ પાવે. હે! ગુરુરાજ. ૧૬ મન મરે શાથી? - શુદ્ધ જ્ઞાની પ્રભુ, આપ સમીપે, આવતાં મનડું મરે, વિવિધ વિકલ્પોભર્યું સદા દૂર, બાહેર આપથી ફરે; મોહવશે કોણ ડરે ન મોતે ? મોહ અહિત કરનારો, યાચના એટલી સ્વામી અમારી, મોહ અમારો મારો. હે ! ગુરુરાજ. ૧૭ મરણના ભયનું કારણમોહ બહુ બળવાન સર્વે કર્મોમાં, ડર મરવાનો એના પ્રભાવે, ચંચળતા મનની પણ તેથી, દોદ ભટકે વિભાવે; મોહ વિના નહિ આવે મરે કો, જોઈ પર્યાયથી જગલીલા, દ્રવ્ય દૃષ્ટિથી ન નાશ ઉત્પત્તિ, નાથ નિત્યતા સંગ રસીલા, હે! ગુરુરાજ. ૧.કર્મોનો પરમ મિત્ર. ૨. આ જગતના અનેક પ્રકારો તે પર્યાયનયની અપેક્ષાએ છે. ૩. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ. હે ભગવાન! આ મારા મોહનો સર્વથા નાશ કરો.
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy