SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૦) ૪ સેવાનું ફળ - ત્રિલોકનાથ ! તુમ સેવનાથી' નિશ્ચ, નિશ્ચળ સ્થિતિ અમારી, બળવાન સંસારશત્રુ હવે કે મ, જીતે-અમે બ્રહ્મચારી; શીતળ જળ-અમી વર્ષે ફુવારા-ગ્રીષ્મગૃહ રહે કોઈ, તો તહિં તાપ મધ્યાન્હ તણો શો, ખરા ઉનાળાની માંહિ ? હ! ગુરુરાજ. ૫ આશ્રયનું ફળ - નિર્મળ બુદ્ધિથી ઊંડું વિચારે, સાર અસાર જો કોય, તો ત્રણ જ ગના સર્વ પદાર્થમાં, સારરૂપે પ્રભુ હોય; તેમ તમારા આશ્રયે અમને લાગ્યો સંસાર અકારો, શાંતિ મહા મળી આપને શરણે, અમને નાથ ઉદ્ધારો ! હે ગુરુરાજ. ૬ પરમાર્થ દર્શન એ જ સર્વસ્વ - કે વળ દર્શન-શાન સ્વરૂપી, વીર્ય અનંત સુખધામી, રૂપ અનુપમ "નિર્મળ પ્રભુતા, ગુણ અનંતના સ્વામી; જે જિનને યોગદષ્ટિ થી દેખે, સદાય સમ્યક યોગી, તો તેને બાકી રહ્યું શું જોવું ? સર્વ જાણી લીધું ભોગી. હે ! ગુરુરાજ. ૭ અનન્ય શરણ – માનું તને એક જગનાથ સ્વામી, સૌ કર્મ-અરિ હણનારો, માત્ર તને નમું, હૃદયે ધરું નિત્ય, તુજ સેવા સ્તુતિ કરનારો; ૧. નિશ્ચયથી આપની સેવામાં દઢતા હોયતે, ૨. આપનાથી ભિન્ન સમસ્ત પદાર્થઅસારરૂપ જણાય છે., ૩. તેથી આપનાઆશ્રયથી જ મને સંતોષ થયો છે. ૪. સમસ્ત લોકાલોકને એક સાથે જાણે તેવું આપનું દર્શન, જ્ઞાન, ૫. આપની ઈશ્વરતા પણ અતિ નિર્મળ છે. ૬. સમ્યક્ટ્રોગ રૂપી નેત્રવડે આપને પ્રાપ્ત કરી લીધા.
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy