SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૧) જે કિંચિ' સૂત્ર સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં જે કોઈ પણ તીર્થ હોય અને ત્યાં જેટલા જિનબિંબો હોય તે સર્વને હું વંદન કરું . “નમુત્યુર્ણ શકસ્તવ” સૂત્ર ૧. અરિહંત ભગવંતોને મારા નમસ્કાર હો. ૨. તે ભગવન્તો-તીર્થની-ધર્મની આદિ કરનારા છે, તીર્થની સ્થાપના કરનારા છે, પોતાની મેળે બોધ પામેલા છે. ૩. પુરુષોમાં પરોપકારાદિ ગુણો વડે ઉત્તમ છે, શૌર્યાદિ ગુણો વડે સિંહ સમાન છે, નિર્લેપતામાં પુંડરીક કમળ સમાન છે, કર્મ વૈરીને નસાડવામાં પુરુષોને વિષે ગંધહસ્તી સમાન છે. ૪. ત્રણ લોકમાં ઉત્તમ છે, ત્રણ લોકના નાથ છે, ત્રણ લોકના જીવોનું હિત કરનારા છે, જગતના અંધકારને દૂર કરવામાં દીવા સમાન છે, પોતાના સંપૂર્ણ જ્ઞાન કરીને ત્રણ લોકને વિષે સૂર્યની જેમ ઉદ્યોત કરનારા છે. ૫. સંસારના સર્વ જીવોને અભયદાન આપનારા છે. જ્ઞાનરૂપી (શ્રદ્ધારૂપી) ચક્ષુને આપનારા છે, મોક્ષમાર્ગને દેખાડનારા છે, રાગ અને દ્વેષથી પરાભવ પામેલા પ્રાણીઓને શરણ આપનારા છે, જીવ આપનારા છે (જીવ દયાણું), મોક્ષવૃક્ષના મૂળરૂપ બોધબીજનો લાભ આપનારા છે. ૬. ધર્મને આપનારા છે (જેઓ ચારિત્ર ધર્મને સમજાવનારા છે) પાંત્રીસ ગુણોથી યુક્ત વાણી વડે ધર્મદેશના આપનારા છે, ધર્મના નાયક છે (ધર્મના સાચા સ્વામી છે), ધર્મરૂપી રથને ચલાવવામાં નિષ્ણાત સારથી છે, ધર્મરૂપી શ્રેષ્ટ ચતુર્ગતિ વિનાશક ચક્રને ધારણ કરનારા ચક્રવર્તિ છે. સંસાર સમુદ્રમાં બેટરૂપ (અથવા અંધકારમાં પ્રકાશ આપનાર-દીવાણું) રક્ષણરૂપ (તાણાણું) શરણરૂપ (શરણે) ગતિરૂપ (ગઈણ) પ્રતિષ્ઠા-સ્થિરતારૂપ (પઈઠાણું). E
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy