SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૭) ધન્ય. આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય.૮ વવા. ફા. વદ ૧૨, ૧૯૫૩ “આ જેવી તેવી ચેતવણી નથી.” આ એક વચન અવશ્ય સ્મરણમાં રાખશો કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી – મર્મ તો સત્પષના અંતરાત્મામાં રહ્યો છે.” “પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે પણ તે ધ્યાન આત્મા સપુરુષના ચરણ કમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે.” (‘પરમાત્મપ્રકાશ' જેવા પુસ્તક) આવાં પુસ્તક વાંચતા જીવ ક્યાંની ક્યાં ભૂલ કરે છે – નહીં માની બેસવાનું માની–અર્થ કરે છે. સમજ્યો ન હોય તે સમજ્યો છે એવું બોલતાં શીખી જાય છે-માટે નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવા નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવા સોય. મુનિ દેવકરણજી આત્મા સંબંધી વાત કરવા ગયાં ત્યારે શ્રીજીએ કહેવડાવેલું કે:-સર્વજીવ સિદ્ધ સમ છે- નિગોદમાં રહેલો જીવ પણ સિદ્ધ સમ છે તો પછી દેવકરણજીનો જીવ કેમ ન હોય ? શક્તિપણે સર્વ જીવ સરખા છે
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy