SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૩) (૭) સર્વમાન્ય ધર્મ (ચોપાઈ) ધર્મતત્ત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર. ભાગ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; સાથે સંતોષ, અભયદાન દ્યો પ્રાણીને, દળવા દોષ; સત્ય શીળ ને સઘળાં દાન, દયા હોઈ ને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ. પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય; સર્વ જીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે, નહીં વિશેષ, સર્વ પ્રકારે જિનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ ! ૩
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy