SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ 1 " - (૧૦૫) સિદ્ધ શિલા (ઈડરમાં) હું કોણ છું ? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિકજ્ઞાનના સિદ્ધાંતતત્વ અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું, રે! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. જહાં રાગ અને વળી દ્વેષ તહાં સર્વદા માનો ક્લેશ, ઉદાસીનતાનો જ્યાં વાસ, સકલ દુ:ખનો છે ત્યાં નાશ સર્વકાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ, ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. શ્રવણબેલગુલામાં જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, અપૂર્વ . એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે. અપૂર્વ . રામનાથ;!જ કawif+ + very જાજરમાન કરવાનું
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy