SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પરાત્પરગુરવે નમઃ, પરમ ગુરવે નમ:, (૯૪) પરંપરાચાર્યગુરવે નમઃ સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્ગુરવે નમોનમઃ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ ! કરુણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. * (જુઓ ઉપદેશામૃત પૃ.૨૧) શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપીઓ, વર્તુ ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. *જિન શુધ્ધાતમ નિમિત્તશું, પામી જે નિજ જ્ઞાન; તીન સંજીવન મૂર્તિકું, માનું ગુરુ ભગવાન. જંગમ મૂર્તિ મુખ્ય હૈ, સ્થાવર ગૌણ પ્રધાન; સ્વાનુભવી સત્પુરુષકે, વચન પ્રવચન જાણ. શાસન રહે જિનઆણશું, આજ્ઞાએ વે'વાર; નિજમત કલ્પિત જે કહે, તે ન લહે ભવપાર. ભેખધારીકું ગુરુ કહે, પુણ્યવંતકું દેવ; ધર્મ કહે કુળરીતકું, એ મિથ્યામતિ ટેવ. સાતમ સદ્ગુરુ કહે, નિર્દેષણ સત્ દેવ; ધર્મ કહે આત્મસ્વભાવકું, એ સત્ મતકી ટેવ. ગુરુ નમીએ ગુરુતાભણી,ગુરુવિણ ગુરુતા ન હોય; ગુરુ જનને પ્રગટ કરે, લોક ત્રિલોકની માંય. ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy