SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ઘણો સમય વીત્યા બાદ જ્યારે ત્રણે લોકમાં તિલક સમાન, વર્તમાન શાસનાધીશ્વર, શ્રમણ ભગવંત પ્રભુ મહાવીરદેવરૂપી મેઘ, કેવલી અવસ્થામાં, ભરતક્ષેત્રમાં, અવિચ્છિન્ન સાતિશય વાણીરૂપી ધોધ-પાણીનો પ્રવાહ ભવ્ય જીવોરૂપી પ્રધાન ધાન્યરાશિ ઉપર સિંચી રહ્યા હતા ત્યારે, એટલે શ્રી મહાવીર પ્રભુના સમયે, મહાપ્રાચીન, પ્રવર જિનાલયાદિ ધર્મસ્થાનોથી શોભાયમાન શ્રીકાંતિપુરીમાં, મહાપરાક્રમી, પ્રચુર વૈભવશાલી, ધનેશ્વર (અપર નામ સાગરદત્ત) નામનો સાર્થવાહ અનેક વહાણોમાં કરિયાણાદિ વિક્રય વસ્તુઓ ભરીને સમુદ્રની મુસાફરી કરતો કરતો અનુક્રમે સિંહલદ્વીપમાં આવ્યો. અવસરોચિત વ્યાપાર કરતાં ઘણો જ લાભ મેળવ્યો. કેટલોક સમય વીત્યા બાદ સ્વનગરી તરફ પ્રયાણ કર્યું. વહાણો વેગથી ચાલી રહ્યાં હતાં. બરોબર મધ્ય ભાગમાં આવતાં અચાનક વહાણ ચાલતાં બંધ પડી ગયાં. સાર્થવાહ ચિંતામાં પડ્યો. આવા સંકટના પ્રસંગે શાસનની અધિષ્ઠાયિકા પદ્માવતી દેવીએ સાર્થવાહને કહ્યું કે હે વત્સ ! તું ગભરાઈશ નહિ. વહાણ મેં થંભાવ્યાં છે. તેનું કારણ એ છે કે - જે સ્થળે વહાણો થંભ્યાં છે તે સ્થળે નીચે તળિયે મહામોહરાજાના અભિમાનને તોડનાર, વરૂણદેવથી વિશેષ મહિમાને પામેલા, શ્રીપાર્શ્વનાથ પ્રભુનું અલૌકિક બિંબ છે. તું તે શ્રી સ્તંભન પાર્શ્વનાથ : ૬
SR No.009198
Book TitleStambhan Parshwanath
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherStambhan Parshwanath 700 Varsh Ujvani Samiti
Publication Year2013
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy