SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ 48 આત્મ સેતુ સત્સંગી : જો આપણે ચેતન છીએ, તો તેની ખબર કેમ નથી પડતી? બહેનશ્રી : આપણે, “હું છું”, “હું શું છું? ” એ વિશે વિચાર નથી કરતાં. પોતાના હોવા તરફ ધ્યાન નથી જતું. પોતાના કરવા તરફ જ ધ્યાન હોય છે. આપણું ધ્યાન વૃત્તિઓના વહેણમાં વહ્યા કરતું હોય છે. પણ આપણી કઈ વૃત્તિ આપણી બહાર છે? કયો વિચાર ચેતનાથી ઘેરાયેલો નથી? ચેતનમાં વૃત્તિ છે, વિચાર છે, સવાલ છે, અન્ય ભાવો છે... નહીંતર ટેબલને ખુર્શીને, સોફાને, પલંગને, મકાનને, પથ્થરને, ક્યાં છે કંઈ વૃત્તિ, વિચાર, સવાલ-જવાબ! મારી-તમારી દરેક વૃત્તિ, પ્રવૃત્તિ, અભિમાન, પ્રમાણિકતા, છળ, ઉદારતા, સઘળુ ચેતન આકાશમાં છે. વ્યક્તિને ગમે તેવો ભાવ આવે, ખૂન, ચોરી, પજવણી, દયા, કરૂણા, સેવા, કોઈપણ લાગણી થાય તે સઘળાને ચેતન અવકાશ આપ્યા કરે. મૃત શરીરમાં આ સઘળાને અવકાશ ક્યાં? ફૂલછોડ હવામાં હીંચકે છે. સામે થોડે દૂર ચંપાનું વૃક્ષ ફૂલોથી લચી પડ્યું છે. ચંપાના ફૂલોની સુગંધ હવાની લહેરો પર સવાર થઈ ફરવા નીકળી પડી છે. ફરતાં ફરતાં તે મારા શ્વાસને આવી મળી. તેને હોંશ ભર્યો આવકાર મળ્યો. હું ખુશ થતી વૃક્ષ સામે જોઉં છું. થોડા સમય પહેલા, વૃક્ષ લીલાછમ પર્ણોથી છવાયેલું હતું. અત્યારે એક પણ પાન નથી. આછી પીળી ઝાંયવાળા શ્વેત પુષ્પો, વૃક્ષ પર પોતાનું સામ્રાજ્ય જમાવી બેઠાં છે. એ શ્વેત સૌંદર્યએ મારી નજરને પકડી રાખી. સુગંધથી મહેકતું સૌદર્ય! પાનખર આવી. લીલા પર્ણો પીળા થઈ ખર ખર ખરી પડ્યાં. વૃક્ષનું ઠુંઠુ, નિરાશ, ઉદાસ, અટૂલું ઊભું હતું. થોડા દિવસમાં, એકાએક નાજુક કુમળી કળીઓ, નિષ્પર્ટ શાખા પર પ્રગટવા લાગી. જોત જોતામાં કળી ફૂલ બની મહોરી ઊઠી. કુલ ફોરમ બની ફેલાઈ રહ્યાં. સુગંધ અને શ્વાસ! સૌંદર્ય અને નજર! પરસ્પર તાર સંધાવા લાગ્યાં. સુગંધ અને સૌંદર્ય સાથે તાદામ્ય રચાયું.
SR No.009194
Book TitleAatmsetu
Original Sutra AuthorN/A
AuthorVeenaben Ravani
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy