SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૨૩ તો ભગવાન પાસે જઈને તેમનો ઉપદેશ સાંભળવા છતાં પણ ધર્મનો કિંચિત લાભ જીવને ન થયો. ભગવાન તો કહે છે–દેહની ક્રિયા આત્મા કરી જ શકતો નથી અને પુણ્ય તે વિકાર છે તેનાથી આત્મધર્મ નથી-આવી વાત તેને બેઠી નહિ. જો પોતે સમજે તો લાભ થાય અને ત્યારે ભગવાન વગેરેને નિમિત્ત કહેવાય; સાચા નિમિત્ત વગર જ્ઞાન ન થાય. પરંતુ સાચા નિમિત્ત હોવા છતાં પોતે ન સમજે તો પણ જ્ઞાન થાય નહિ એટલે નિમિત્તથી જ્ઞાન થાય નહિ. તો પછી નિમિત્તે શું કર્યું? એ તો માત્ર હાજરીરૂપે જુદું લટકી રહ્યું. સામાન્ય રીતે માણસો પણ ઘણી વાર કહે છે કે “મેં તો એને ઘણું કહ્યું પણ એને મીંઢ થઈ ગયો ” એટલે કે મારા કહેવાની તેના ઉ૫૨ જરાય અસ૨ ન થઈ. પરંતુ ભાઈ રે! તે માને તોપણ તેના ભાવે માને છે અને ન માને તોપણ તેના ભાવે તેમ કરે છે, કોઈની અસર બીજા ઉ૫૨ થતી જ નથી. નિમિત્ત અને ઉપાદાન બન્ને સ્વતંત્ર પદાર્થો છે. જીવને સમજવાનાં નિમિત્તો અનંતવાર મળ્યા છતાં પોતાની ઉપાદાન શક્તિથી પોતે સમજ્યો નહિ. તેથી તે સંસારમાં રખડયો, માટે નિમિત્તની કાંઈ અસર ઉપાદાન ઉપર નથી. X ઉપાદાનઃ- નિમિત્તનો સંવાદ વંચાય છે, નવ દોહાનું વ્યાખ્યાન થઈ ગયું છે. ઉપાદાન એટલે શું ? જે પોતાના સ્વભાવથી કામ કરે તે ઉપાદાન છે અને તે કામ વખતે સાથે બીજી ચીજ હાજર હોય તે નિમિત્ત છે. ઉપાદાન અને નિમિત્ત એ બન્નેનો જેમ છે તેમ નિર્ણય કરવો તે પણ એક ધર્મ X × Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.009193
Book TitleMul ma Bhul
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy