SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૧૯ અર્થ:- નિમિત્ત કહે છે કે જિનેશ્વરદેવ, નિગ્રંથગુરુ અને વીતરાગનાં આગમ ઉત્કૃષ્ટ છે; એ નિમિત્તો વડે સર્વે જીવ ભવનો પાર પામે છે. ૮. જિનેશ્વરદેવ શ્રી સર્વજ્ઞ ભગવાનને માન્યા વગર કદી આત્માની મુક્તિ ન થાય; કાંઈ કુદેવાદિને માનવાથી મુક્તિ થાય નહિ, માટે પહેલાં જિનેશ્વરદેવને ઓળખવા જોઈએ. આ રીતે પહેલાં નિમિત્તની જરૂર તો આવી ને? નિમિત્તની જરૂર આવે છે માટે પચાસ ટકા મા૨ી મદદથી કાર્ય થાય છે-આમ નિમિત્તની દલીલ છે. અહીં, જીવ જ્યારે પોતાનું કલ્યાણ કરે ત્યારે નિમિત્ત તરીકે શ્રી જિનેશ્વરદેવ જ હોય, તે સિવાય કુદેવાદિ તો નિમિત્ત તરીકે ન જ હોય-એટલું ખરું છે, પરંતુ શ્રી જિનેશ્વરદેવ આત્માનું કલ્યાણ કરી દે અગર તો પચાસ ટકા મદદ કરે એ વાત ખરી નથી. , સાચા દેવ, નિગ્રંથગુરુ અને ત્રિલોકનાથ પરમાત્માના મુખથી નીકળેલ ધ્વનિ તે આગમસાર-એ ત્રણ નિમિત્તો વગર મુક્તિ ન થાય. અહીં ‘ આગમસાર ' કહ્યું છે, એટલે આગમના નામે બીજા અનેક પુસ્તકો હોય તેની વાત નથી પણ સર્વજ્ઞની વાણીથી પરંપરા આવેલ સત્શાસ્ત્રોની વાત છે; બીજા કોઈ કુદેવકુગુરુ કે કુશાસ્ત્ર તો સતનું નિમિત્ત પણ થઈ શકે નહિ, સત્ દેવાદિ જ સતનું નિમિત્ત હોય. આટલી વાત તો સાચી છે; તેને જ વળગીને નિમિત્ત કહે છે કે ભાઈ, ઉપાદાન! બહુ ન ફાટીએ, એકાંત પોતાનું જ ન તાણીએ, કાંઈક નિમિત્તનું પણ રાખીએ ! એટલે કે નિમિત્તની પણ મદદ છે એમ કહેવા માગે છે. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.009193
Book TitleMul ma Bhul
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy