SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯ ઉપાદાન-નિમિત્ત સંવાદ પરિણમનમાં કાળ એ વગેરે નિમિત્ત છે. ઉપાદાન અને નિમિત્ત એ બન્ને ચીજો અનાદિની છે. કોઈ એમ કહે કે “ બધા થઈને એક આત્મા જ છે એમ કોઈ માને તથા અનંત આત્મા જુદા જુદા છે એમ કોઈ માને, પરંતુ બધાનું સાધ્ય તો એક જ છે ને? ” તો આ વાત તદ્દન ખોટી છે. જેણે એક જ આત્મા માન્યો તેણે ઉપાદાન-નિમિત્ત એ બે વસ્તુને ન માની, તેથી તે આજ્ઞાની છે. અને જેણે “અનંત આત્મા દરેક જુદા જુદા છે, હું સ્વાધીન આત્મા છું” એમ માન્યું તેણે વસ્તુનું સાચું સ્વરૂપ જાણ્યું છે. બધાનું સાધ્ય એક છે એ વાત ખોટી છે, અજ્ઞાની બન્નેના સાધ્ય જુદા જ છે. જ્યારે આત્મા પોતાની ઉપાદાનશક્તિથી ઊંધો પડે ત્યારે કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર વગેરે નિમિત્તરૂપ હોય છે અને જ્યારે પોતાની ઉપાદાનશક્તિથી સવળો પડે ત્યારે સાચાં દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્તરૂપ હોય છે, નિમિત્ત તો ૫૨ ચીજની હાજરી છે તે કાંઈ કરાવતું નથી. પોતાની શક્તિથી ઉપાદાન પોતે કાર્ય કરે છે. ઉપાદાન અને નિમિત્ત આ ચીજ અનાદિ છે પણ નિમિત્ત ઉપાદાનને કાંઈ આપતું કે લેતું નથી. નિમિત્તની દલીલ નિમિત્ત કહૈ મોકો સબૈ, જાનત હૈ જગ લોય; તેરો નાવ ન જાનહી, ઉપાદાન કો હોય. ૪ અર્થ:- નિમિત્ત કહે છે કે જગતના સર્વ લોકો મને જાણે છે; ઉપાદાન કોણ છે તેનું નામ પણ જાણતા નથી. ૪. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.009193
Book TitleMul ma Bhul
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy