SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬ મૂળમાં ભૂલ જડની પર્યાય જડપણે રહીને બદલે છે. દ્રવ્યની અવસ્થાનો કર્તા કોઈ બીજ નથી. * * * પર દ્રવ્યોને આત્મા કરે છે એવી વ્યવહારી લોકોની માન્યતા સત્યાર્થ નથી-એમ કહે છે: जदि सो परद्व्वाणि य करेज णियमेण तम्मओ होज। जम्हा ण तम्मखो तेण सो ण तेसिं हवदि कत्ता।। ९९ ।। (હરિગીત) પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે! તેથી નહીં કર્તા ઠરે. ૯૯. અન્વયાર્થ- જો આત્મા પરદ્રવ્યોને કરે તો તે નિયમથી તન્મય અર્થાત્ પરદ્રવ્યમય થઈ જાય; પરંતુ તન્મય નથી તેથી તે તેમનો કર્તા નથી. ટીકા- જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્ય સ્વરૂપ કર્મને કરેતો, પરિણામ પરિણામીપણે બીજી કોઈ રીતે બની શકતું નહિ હોવાથી તે (આત્મા) નિયમથી તન્મય (પર દ્રવ્યમય) થઈ જાય; પરંતુ તે તન્મય તો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે. માટે આત્મા વ્યાપ્ય-વ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી. ભાવાર્થ- એક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય તો બન્ને દ્રવ્યો એક થઈ જાય, કારણ કે કર્તા-કર્મપણું અથવા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.009193
Book TitleMul ma Bhul
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy