SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪ મૂળમાં ભૂલ બીજા પદાર્થમાં આરોપ કરીને તેને નિમિત્તે કહેવું તે વ્યવહાર છે, જ્યાં નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય જ છે-અર્થાત્ જ્યાં ઉપાદાન સ્વયં કાર્યરૂપ પરિણમે ત્યાં નિમિત્તરૂપ પર વસ્તુની હાજરી હોય જ છે. ઉપાદાને પોતાની શક્તિથી કાર્ય કર્યું એમ જ્ઞાન કરવું તે નિશ્ચયનય છે અને તે વખતે હાજર રહેલી પરવસ્તુનું જ્ઞાન કરવું તે વ્યવહારનય છે. ઉપાદાન નિજગુણ જહાં, તહં નિમિત્ત પર હોય; ભેદજ્ઞાન પરમાણ વિધિ, વિરલા બૂઝે કોય. ૪. અર્થ - જ્યાં પોતાનો ગુણ ઉપાદાનરૂપે તૈયાર થાય ત્યાં તેને અનુકૂળ પર નિમિત્ત હોય જ. આવી ભેદજ્ઞાનની સાચી રીત છે તેને કોઈ વિરલા જીવો જ જાણે છે. ૪. ઉપાદાન પોતાની શક્તિથી કાર્ય કરે અને ત્યારે નિમિત્ત હોય, પણ તે ઉપાદાનમાં કાંઈ કરી શકે નહિ આ વાત ભેદજ્ઞાનની છે. સ્વ અને પર દ્રવ્યો ભિન્ન ભિન્ન છે, એકની બીજામાં નાસ્તિ જ છે તો પછી તે શું કરે? જો સસલાનાં શીંગડા કોઈને અસર કરે તો નિમિત્તની અસર પરમાં થાય; પણ જેમ સસલામાં શીંગડાનો અભાવ હોવાથી તે કોઈને અસર કરતાં નથી તેમ નિમિત્તનો પદ્રવ્યમાં અભાવ હોવાથી નિમિત્તની કાંઈ અસર પરદ્રવ્યમાં થતી જ નથી. આવું વસ્તુ સ્વભાવનું ભેદજ્ઞાન કોઈ વિરલાસત્યપુરુષાર્થી- જીવો જ જાણે છે. ઉપાદાન- નિમિત્તની સ્વતંત્રતાને જ્ઞાનીઓ જ જાણે છે; જ્ઞાનીઓ વસ્તુભાવને જુએ છે તેથી તેઓ જાણે છે કે દરેક વસ્તુની પર્યાય તે વસ્તુના પોતાના સ્વભાવથી જ થાય છે, વસ્તુસ્વભાવમાં જ પોતાનું કાર્ય કરવાનું સામર્થ્ય છે, તેને પર વસ્તુના નિમિત્તની જરૂર નથી. પરંતુ અજ્ઞાનીઓ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.009193
Book TitleMul ma Bhul
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy