SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૭] પૂર્વ સમયે અમુક દશા નથી હોતી, ને પછીના સમયે થાય છે. ત્યાં તે સમયના પર્યાયની તેવી જ લાયકાત હોવાથી થાય છે. બે જીવોમાંથી એકને સમ્યકત્વ દશા છે ને બીજાને મિથ્યાત્વદશા છે, તેનું કારણ કોણ? બન્ને જીવના દ્રવ્ય-ગુણ તો સરખાં છે, બન્નેને પૂર્વના પર્યાયનો તો વર્તમાનમાં અભાવ છે અને અનાદિથી પરિણમતા પરિણમતા બન્ને વર્તમાનકાળ સુધી આવ્યા છે; છતાં એકને સમ્યકત્વરૂપ પરિણમન અને બીજાને મિથ્યાત્વરૂપ પરિણમન, તેનું કારણ શું? કારણ એ જ કે બન્ને દ્રવ્યના પરિણમનની તે સમયની યોગ્યતા જ તેવી છે. એ ખાસ ધ્યાન રાખવું કે કાર્ય થવાની યોગ્યતા ત્રિકાળરૂપ નથી, પણ, વર્તમાનરૂપ છે. એટલે દ્રવ્યની જે સમયે જે કાર્યરૂપ પરિણમવાની લાયકાત હોય તે જ સમયે તે દ્રવ્ય તે કાર્યરૂપે પરિણમે છે; પણ તેનાથી આગળ કે પાછળ તે કાર્ય થતું નથી. એક જીવને પૂર્વે મિથ્યાત્વદશા હતી તે સમયે તેની તેવા જ પરિણમનની લાયકાત હતી, તેથી જ તે મિથ્યાત્વદશા હતી, -નહિ કે કુવાદિના કારણથી ! અને બીજા સમયે તે જીવને સમ્યકત્વદશા થઈ, ત્યારે તે જીવ પોતાના તે સમયના પરિણમનની લાયકાતથી જ તે-રૂપે પરિણમ્યો છે, –નહિ કે સદ્ગુરુ વગેરેના કારણથી ! આ જ પ્રમાણે દરેક પરમાણુ પણ તેની સ્વતંત્ર લાયકાતથી જ પરિણમી રહ્યો છે. એક સમયે બે પરમાણુઓ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.009193
Book TitleMul ma Bhul
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy