SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં ક્રિ., પ. અને અ. (૩) સાંસારિક પ્રયોજનાર્થ ધર્મધારક વ્યવહારાભાસી - પૃષ્ઠ૨૨૭ થી ૨૩૦ (૪) ધર્મબુદ્ધિથી ધર્મધારક વ્યવહારાભાસી - પૃષ્ઠ ૨૩૦ થી ૨૫૯ એ તો પહેલાં જ કહ્યું છે કે નિશ્ચયાભાસ, વ્યવહારાભાસ અને ઉભયાભાસ માન્યતા અર્થાત્ અભિપ્રાયની વિપરીતતા છે, ક્રિયા અને પરિણામની નથી. તે ચારે પ્રકારના વ્યવહારાભાસીઓમાં પહેલા અને બીજા ‘ભોળા કે ભદ્ર મિથ્યાદષ્ટિ’ કહેવાય, કારણ તેઓમાં ધર્મ કરવાની ભાવના છે. ત્રીજા પ્રકારના જીવો ધર્મ તો કરવા જ માગતા નથી. પરંતુ આજીવિકા આદિ લૌકિક પ્રયોજનની પૂર્તિ માટે પોતાને ધર્માત્મા બતાવવા ધર્માચરણ કરે છે, માટે તે ‘બેઇમાન મિથ્યાદષ્ટિ' છે. ૫૫ પ્રશ્ન :- જો આજીવિકા માટે ધર્મસાધન કરવું મિથ્યાત્વ હોય તો આજે અનેક સંસ્થાઓમાં જે વિદ્વાન કે અન્ય કર્મચારી વૈતનિક (સવેતન) સેવાઓ આપે છે તે મિથ્યાત્વપોષક કહેવાશે ? ઉત્તર :- મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં ત્રીજા પ્રકારના વ્યવહારાભાસીઓનું વર્ણન કરતા પંડિત ટોડરમલજીએ મુનિરાજોના સંદર્ભમાં પોતે જ પ્રશ્ન કરી સમાધાન પૃષ્ઠ ૨૨૮ પર કહ્યું છે : ‘તેઓ પોતે કાંઇ આજીવિકાદિનું પ્રયોજન વિચારી ધર્મ સાધતા નથી, પરંતુ તેમને ધર્માત્મા જાણી કેટલાક સ્વયં ભોજન-ઉપકારાદિક કરે છે તો તેમાં કાંઇ દોષ નથી; પણ જે પોતે જ ભોજનાદિકનું પ્રયોજન વિચારી ધર્મ સાધે છે, તે તો પાપી જ છે.’ વાસ્તવમાં આ વ્યવહારાભાસ પણ અભિપ્રાયમાં હોય છે, ક્રિયામાં નહીં. કેટલાક લોકો ‘ખાવા માટે જીવે છે’ અને કેટલાક લોકો ‘જીવવા માટે ખાય છે’, ખાવાની તથા જીવવાની ક્રિયા સમાન હોવા છતાં બન્નેના અભિપ્રાયમાં અંતર છે. આજીવિકાને માટે ધર્મ સાધન કરવું જુદી વાત છે અને ધર્મ પ્રચારના સંકલ્પપૂર્વક આખું જીવન તેમાં સમર્પિત કરી જીવન-વિતાવવા વેતન વગેરે લેવું જુદી વાત છે. બન્ને પરિસ્થિતિઓમાં અભિપ્રાયમાં અંતર છે.
SR No.009192
Book TitleKriya Parinam ane Abhipray
Original Sutra AuthorN/A
AuthorAbhaykumar Jain, Deepak M Jain
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year2004
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy