SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન છતાં એકને પાપનો બંધ થયો અને બીજાને પુણ્યનો બંધ થયો. પ્રશ્ન:- સિંહ મુનિને મારી રહ્યો હતો અને ભૂંડ તેને બચાવી રહ્યો હતો, માટે એમ કેવી રીતે કહેવાય કે બન્નેની ક્રિયા એક સરખી હતી ? ઉત્તર :- અરે ભાઇમારવા કે બચાવવાના ભાવો તો તેઓના પરિણામોમાં હતા, માટે તેઓ એકબીજાને મારવાની ક્રિયા જ તો કરી રહ્યા હતા! ખરું જોતાં જગત તો પોતાના ભાવોનો આરોપકરીને જ ક્રિયાનો પરિચય આપે છે. માટે સિંહના પરિણામોનો આરોપ તેની ક્રિયા પર કરી એમ જ કહેવાશે કે તે મુનિરાજને મારી રહ્યો હતો; માટે તેની ક્રિયા પાપ ક્રિયા કહેવાશે, અને ભૂંડના પરિણામોનો આરોપ તેની ક્રિયા પર કરી એમ કહેવાશે કે તે તેમને બચાવી રહ્યો હતો. માટે તેની ક્રિયા શુભ-ક્રિયા કહેવાશે; કારણ કે ભાવો વિનાની ક્રિયા સારી કે નરસી કાંઈપણ હોતી નથી. આગમમાં પણ ક્રિયા પર ભાવોનો આરોપ કરી મન-વચન-કાયની શુભ-ક્રિયાને શુભ-યોગ તથા અશુભ-ક્રિયાને અશુભ-યોગ પણ કહેવામાં આવ્યો છે. પ્રશ્ન :- ઉપર જણાવેલ ક્રિયા અને પરિણામ સાથે તે બન્નેનાં અભિપ્રાયમાં શું હતું? ઉત્તર:- સિંહ તો અજ્ઞાની જ હતો, કારણ જો તે જ્ઞાની હોત તો તેને મુનિરાજ પર ઉપસર્ગ કરવાનો ભાવ જ ન આવત, તેના અભિપ્રાયમાં એજ અજ્ઞાન મિથ્યાત્વ હતું કે “હું સિંહ છું આ વ્યક્તિ મારૂં ભોજન છે, હું મારા પરાક્રમથી આને મારીને ખાઇશ તો સુખી થઈશ. આવી રીતે તેના અભિપ્રાયમાં સાતે તત્ત્વો સંબંધી ભૂલ હતી. સિંહને પૂર્વભવના વેર ને કારણે પણ મુનિરાજ પર ઉપસર્ગ કરવાનો ભાવ આવી શકે એમ છે. આવી સ્થિતિમાં તે તેમને (મુનિરાજને) પોતાનો શત્રુ માનીને પણ વિપરીત અભિપ્રાયનું પોષણ કરી રહ્યો છે. ભૂંડજ્ઞાની પણ હોઇ શકે અને અજ્ઞાની પણ; કારણ મુનિરાજ પરનો ઉપસર્ગ દૂર કરવાનો ભાવ જ્ઞાની અને ભદ્ર પરિણામી અજ્ઞાની બન્નેને હોઇ શકે છે. જો તેને જ્ઞાની માનવામાં આવે તો તેના અભિપ્રાયમાં એ જ વૃત્તિ
SR No.009192
Book TitleKriya Parinam ane Abhipray
Original Sutra AuthorN/A
AuthorAbhaykumar Jain, Deepak M Jain
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year2004
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy