SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન નિષેધ કરી નિશ્ચયાભાસી નથી બનતા, અને ન તો તેને માલ માનીને વ્યવહારાભાસી બને છે. એ બન્નેને એક સમાન માની ઉભયાભાસી પણ નથી બનતા. તેઓ પેકિંગના માધ્યમથી માલની ખરી ઓળખાણ કરીને પેકિંગને ગૌણ કરીને માલનો ઉપભોગ કરે છે. ૧૮ (૫) માલ અને પેકિંગના સંબંધમાં વ્યવહારનયના કથન :વ્યવહારનયથી પેકિંગને જ માલ કહેવામાં આવે છે અથવા આ બન્નેને એક કહેવામાં આવે છે. જેમ ‘ઘી નો ઘડો’ અથવા મિઠાઇનો ડબ્બો’ વગેરે. જ્ઞાની નિશ્ચયના જાણકાર છે એટલા માટે તેમના દ્વારા કહેવામાં આવેલાં ઉપરનાં કથન વ્યવહારનયના કહેવામાં આવશે. પરંતુ અજ્ઞાની પેકિંગ ને જ માલ સમજે છે એટલા માટે તેમના દ્વારા કહેવામાં આવેલાં ઉપરનાં કથન વ્યવહારાભાસ છે વ્યવહારનય નથી. સાચા નય જ્ઞાનીને જ હોય છે. અજ્ઞાનીને નયાભાસ હોય છે. આ ત્રણેનું વિસ્તારથી સ્વરૂપ સમજવા સાતમા અધિકારનો ઉંડાણપૂર્વક અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. આ જીવ બાહ્યક્રિયા અને શુભભાવરૂપ પેકિંગને જ ધર્મ સમજે છે. તેને વીતરાગભાવરૂપ માલની ઓળખાણ જ નથી. આ ભૂલનો ઉલ્લેખ કરતા ‘ધર્મબુદ્ધિથી ધર્મધારક વ્યવહારાભાસી' પ્રકરણના પ્રારંભમાં પંડિત ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથમાં પૃષ્ઠ ૨૩૦(ગુજરાતી) પર લખે છે: ‘વળી કેટલાક ધર્મબુદ્ધિથી ધર્મ સાધે છે પરંતુ નિશ્ચયધર્મને જાણતા નથી, તેથી તેઓ અભૂતાર્થરૂપ ધર્મને સાધે છે, ત્યાં વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ જાણી તેનું સાધન કરે છે.’ ઉપરોકત ક્થનથી સ્પષ્ટ છે કે આ જીવ રત્નત્રયધર્મ માટે પ્રયત્ન કરે છે, પણ તેનો પ્રયત્ન પેકિંગ માટે હોય છે માલ માટે નહીં. તે પેકિંગમાં મુગ્ધ છે પણ માલથી અપરિચિત છે. માટે તેના અભિપ્રાયમાં વ્યવહારાભાસ નામક મિથ્યાત્વરૂપી મહાપાપ હોય છે. તેને ન તો અસલી માલ મળે છે કે ન તો સાચું પેકિંગ. ઉકત વ્યવહારાભાસી મિથ્યાદ્રષ્ટિઓની માન્યતાની
SR No.009192
Book TitleKriya Parinam ane Abhipray
Original Sutra AuthorN/A
AuthorAbhaykumar Jain, Deepak M Jain
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year2004
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy