SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગી, આત્માને સમાધિમાં રાખવા (૧) દ્રવ્યાનુયોગ, (૨) ગણિતાનુયોગ, (૩) ધર્મકથાનુયોગ, (૪) ચરણકરણાનુયોગને વિષે, અગ્યાર અંગ, બાર ઉપાંગ, છ છેદ, દસ પયન્ના, ચાર મૂળ સૂત્ર એવા. પીસ્તાલીશ આગમ સાંભળ અને તેને વિષે બહુ જ પ્રેમ ધારણ કરી, ધર્મકરણી સહિત, શ્રાવકવર્ગ ઉજમાળ રહેવાથી ભવનો અંત જલ્દીથી થાય છે, ચાલુ કાળમાં પ્રભુના વચન સાંભળવામાં બધીરા (બહેરા), અશ્રદ્ધાવાળા, ઉદાસીનતા ધારણ કરનારા અને પ્રમાદના પોટલા એવા જીવો ઘણો કાળ રખડશે, માટે સંસાર પરિભ્રમણના દુ:ખથી કંટાળેલા માણસોને ઘેવરના ભોજન અને અમૃતનાં પાનની પેઠે તીર્થકર દેવની વાણી શ્રવણ કરવાથી ભવદવનો તાપ શમી જઇ, મુક્તિપુરીની શીતળતા એકાંતતાથી મેળવી લેવા ચૂકવું નહિ. પ્રભુ દેશના આપે છે કે હે આત્મા ! તું મોહની નિદ્રામાં સૂતો હોવાથી દેવ, મનુષ્ય, તિર્યંચ, નર્ક, નિગોદમાં અનંતકાળ રઝળ્યો. જેમ તાવના જોરથી ભોજનની રુચિ જાય છે તેમ કર્મના યોગે જીવને ધર્મનું વચન રુચતું નથી, તાવના જવાથકી રુચિ થવાથી જેમ આહાર લેવાય છે તેમ અશુભ કર્મના નાશથી ધર્મનો વિચાર જાણી શકાય છે. જેમ પ્રચંડ પવનનાં યોગે પાણીમાં કલ્લોલ ઉઠે છે તેમ પરિગ્રહના સંગથી મના અત્યંત ચંચળ થાય છે. જ્યાં પવન નથી ત્યાં પાણીના કલ્લોલા ઉઠતા નથી તેમ પરિગ્રહના ત્યાગથી મનનું ડામાડોળપણું થતું નથી. જેમ સર્પ ડસિત માણસ કડવા લીંબડાને પણ મીઠો માની રુચિથી ખાય છે તેવી રીતે તું મોહમમતાથી મઢાઇ જઇ વિષયથી દુ:ખને પણ સુખ માને છે. જ્યારે માણસ નિર્વિષ થાય ત્યારે તેને લીંબડો જેમ કડવો લાગે છે તેમ મોહ મમતા ઘટવાથી કોઇ વિષયની વાંછા રતું નથી. જેવી રીતે અધમ માણસ જોયા વિના છિદ્રવાળી નાવમાં બેસી દરીઆમાં જવાથી બૂડે છે તેમ વિવેક વિચાર વિના ભેખ ધારણ કરી, ભેખને નહિ ભજવતા ભવરૂપી સમુદ્રમાં ડૂબે છે, જેમ અખંડિત નાવ ઉપર ચડનાર સમુદ્રનો પાર પામે છે, તેમ શુ વિચારક આત્મારૂપ નીકામાં ચડવાથી ભવ સમુદ્રનો પાર પામે છે, જેમ મદોન્મત્ત થઇ ગએલા હતિ અંકુશને માનતો નથી તેમ મનની સ્થિરતા વિનાનો માણસ કાર્ય અકાર્યને ગણતો નથી, જેમ માણસો ઉપાય કરી, તે મદોન્મત્ત હાથીને ગ્રહણ કરી ઠેકાણે લાવી બાંધે છે તેમ મનને વશ કરવાથી આત્મા નિર્મળ ધ્યાનની સમાધિમાં લીન થાય છે. જેમ ચક્ષમાં રોગ હોવાથી કાંઇને બદલે કાંઇ લખાઇ જાય છે તેમ જીવો મિથ્યાત્વમાં દોડતા હોવાથી જ્યાં જાય ત્યાં સંશયમાં જ પડે છે. જેમ ઓષધના અંજનથી આંખનો તિમિર રોગ મટી જાય છે તેમ સદ્ગુરુના જ્ઞાનરૂપી અંજન કરવા વડે મિથ્યાત્વ તિમિર દૂર થાય છે, જેમ કૈપાયને ચારે બાજુથી દ્વારિકાને સળગાવી દીધી અને તેમાંથી કોઇ નીકળી શક્યું નહિ તેમ તું પણ માયાગ્નિમાં ફ્રાએલ ત્યાંથી નીકળી કેવી રીતે ક્યાં ભાગી શકીશ ? માટે મુનિમહારાજાઓ માયાને ત્યાગી નિગ્રંથ સાધનો વેષ લઇ મુક્તિ પંથે પડે છે, તેમ તમો પણ માયાજાળ ત્યાગી મુક્તિનો પંથ પકડો. જેમ કુધાતુમાં મેળવલ કંચનની કાંતિ ઘટવધ થાય છે તેમ પાપપૂન્ય કરનાર મૂઢ આત્મા બહુજાતિભવોને કરે છે, તો પણ કાંચન પોતાનો કાંતિનો ગુણ ત્યાગ નહિ કરવાથી શુદ્ધ થઇ દિવ્ય કાંતિ આપે છે, તેમ પુન્ય પાપરૂપ મેલા ધોવાથી આત્મા પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરી પરમાત્મારૂપ થાય છે. જેમ પર્વરાહુનો સંગ થતા સૂર્ય ચંદ્રની કાંતિ વિનાશ પામે છે તેમ કુસાધુની સંગતિ કરવાથી સજ્જન હોય તે પણ મલિન થાય છે. જેમ મલયાચલના ચંદનની સુગંધ લીંબડાને પણ સુગંધી ચંદનરૂપ બનાવે છે તેમ સારા સાધુની સંગત કરવાથી. દુર્જન પણ સજ્જન થાય છે. જેમ ચારે બાજુથી પાણી આવવાથી તળાવ ભરાઇ જાય છે, તેમ આશ્રવરૂપી. પાણી આવવાથી આત્મા કર્મબંધનથી ભરાઇ જાય છે, જેમ તળાવમાં આવતું પાણી બંધ કરવાથી તળાવ સુકાઇ જાય છે તેમ આશ્રયદ્વાર બંધ કરવાથી આત્મા કર્મમળનો બંધ થવાથી બહુ જ નિર્મળ થાય છે, જેમ જડીબુટ્ટીના યોગે પારો મરે છે તેમ કર્મમેલથી જીવો પણ મૂચ્છિત થયેલ છે. જેમ મેલ કાઢીને મંજન કરવાથી પારો પ્રગટ રૂપવાળો થાય છે, તેમ શુક્લધ્યાન અભ્યાસથી જ્ઞાનદર્શન નિર્મળ થાય છે, માટે હે ચેતન ! જ્ઞાનદશાને જાગૃત કરી, વિવેકરૂપ દીપક પ્રગટ કરી-મોહ મમત્વ વારી, ધ્યાનાનલ પ્રગટાવી, આત્મારૂપ કંચન શુદ્ધ કરી, નિર્મળ કેવલજ્ઞાન દર્શન ઉપાર્જન કરી, સકળ કર્મમળ ધોઇ, શીઘ્રતાથી શિવરમણી વરી Page 46 of 51
SR No.009186
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages51
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy