SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ 31ન્યાયદ્રવ્યનષ્પન્ના, પરવારતુરભામવા | हीनाधिकांगी प्रतिमा, स्वपरोक्षत्तिनाशिनी ।।६।। उर्ध्वद्रगद्रव्यनाशाय, तिर्यगृतभोगहानये । दुःखदा स्तब्ध दृष्टिश्चा-धोमुखी कुलनाशिनी ||७||" ભાવાર્થ - રૌદ્ર આકારવાળી મૂર્તિ, ઘડનારને મારે છે, અધિક અંગોપાંગવાળી મૂર્તિ-શિલ્પના જાણકારને હણે છે, હીન અંગો પાંગવાળી મૂર્તિ દ્રવ્યનો નાશ કરે છે, દુર્બલ ઉદરવાળી મૂર્તિ દુષ્કાળને કરવાવાળી થાય છે, (૧) વક્ર નાસિકાવાળી અતિ દુઃખ આપનારી થાય છે, અલ્પઅંગોપાંગ વાળી ક્ષય કરવાવાળી થાય છે, નેત્ર વિનાની નેત્રનો નાશ કરે છે અને સર્વથા નાની મૂર્તિ ભો વેગ રહિત કરનારી છે, (૨) હીન કમ્મરવાળી મૂર્તિ આચાર્યનો ઘાત કરનારી છે, જંઘાહીન મૂર્તિ, ભાઇ, પુત્ર, મિત્રનો વિનાશ. કરનારી થાય છે, (૩) હાથ, પગ વિનાની મૂર્તિ ધનનો ક્ષય કરે છે, લાંબા કાળથી નહિ પૂજાયેલી મૂર્તિ જ્યાં ત્યાં આદર કરવા લાયક ગણાય નહિ (૪) ઉત્તાન પ્રતિમા લક્ષ્મીને હરણ કરે છે, અધોમુખી પ્રતિમા ચિંતાના. હેતુભૂત થાય છે, તિરરચ્છી પ્રતિમા આધિ, માનસિક પીડાને ઉત્પન્ન કરે છે, ઊંચી નીચી મૂર્તિ વિદેશમાં રખડાવનારી થાય છે, (૫) અન્યાયના દ્રવ્યથી નિષ્પન્ન થયેલી, અને પરના ઘરના ભાંગેલા પત્થરના ટુકડાથી ઉત્પન્ન થયેલી તથા હીનાધિક અંગોપાંગવાળી પ્રતિમા સ્વપરની ઉન્નતિનો નાશ કરનારી થાય છે, (૬) ઊંચી દ્રષ્ટિવાળી મૂર્તિ દ્રવ્યનો નાશ કરે છે, તિરરચ્છી દ્રષ્ટિવાળી ભોગની હાનિ કરનારી છે, સ્તબ્ધ દ્રષ્ટિવાળી દુ:ખને આપનારી છે અને અધોમુખી મૂર્તિ કુલનો નાશ કરે છે. (૭) “विषमैरंगुलैर्हस्तै:, कार्य बिंब न तत्समैः । द्वादशांगुलतो हीनं, बिंबं चैत्ये न धारयेत् ।।१।। ततस्त्वडधिकागारे, सुखाकांक्षी न पूजयेत् । लोहाश्मदंतकाष्ठमृद्, चित्रगोविड्मयानि च ||२|| बिंबानि कुशलाकांक्षी, न गृहे पूजयेत् क्वचित् । खंडितांगानि वक्राणि, परिवारोज्झितानि च ।।३।। प्रमाणाधिकहीनानि, विषमांगस्थितानि च । अप्रतिष्ठानि दुष्टानि, बिंबानि गलिनानि च ।।४।। चैत्ये गृहेन धार्याणि, बिंबानि सुविचक्षणैः । धातुलेप्यमयं सर्व, व्यंगं संस्कारमर्हति ||७|| काष्ठपाषाण निष्पन्नं, संस्कारार्ह पुनर्नहि । यच्च वर्षशतातीतं, यच्च स्थापितमुत्तमैः ||६|| तद्व्यंगमपि पूज्यस्याद् बिंबं तनिष्फलं नहि । तच्च धार्यं परं चैन्ये, गेहे पूज्यं न पंडितैः ||७|| प्रतिष्ठिते पुनर्बिबे, संस्कार: स्यान्न कर्हिचित् । संस्कारे च कृते कार्या, प्रतिष्ठा तादशी पूनः ||८|| __ संस्कृते तु लिते चै व, दुष्टस्पृष्टे परीक्षिते । हीते बिंबे च लिंगे च, प्रतिष्ठा पूनरेव हि ||९||" ભાવાર્થ :- વિષમ, વાંકાચૂંકા, હાથ અને આંગળા હોય, એવું બિંબ તેના સમાન વાંકુંચૂકું કરવું નહિ, પરંતુ સમાન અંગોપાંગવાળું બિંબ કરવું, બાર આંગુલથી હીન બિંબ જૈન મંદિરમાં સ્થાપન કરવું નહિ (૧) સુખની ઇચ્છા કરનાર માણસે અગ્યાર આંગુલથી અધિક આંગલવાળું બિંબ, ઘરદેરાસરજીને વિષે પૂજવું નહિ, તથા લોઢાનું, પત્થરનું, દાંતનું, કાષ્ઠનું, માટીનું, ચિત્રનું, છાણનું આ તમામ બિંબો ઘર દેરાસરજીને વિષે પૂજવા નહિ (૨) કુશલની આકાંક્ષા કરનારાએ, કદાપિ કાલે પોતાના ઘરને વિષે અંગોપાંગ ખંડિત થયેલા, વક્ર અંગોપાંગવાળા તથા પરિવાર વડે કરી રહિત બિંબોને પૂજવા નહિ, (૩) Page 31 of 51
SR No.009186
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages51
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy