SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ રીદ્રધ્યાન કહેવાય છે. ઉપયોગ કરવાની વૃત્તિથી આવતો પૈસો લેવાની ઇચ્છા એ આર્તધ્યાન કહેવાય. સુકૃત કરવા માટે પૈસાનો સંગહ કરવો તે સકામ નિર્જરા કરાવે બાકી લાખ્ખો રૂપિયા ધર્મમાં ખર્ચે પણ બાકી રહેલા ધન પ્રત્યે મમત્વ બુધ્ધિ ઓછી ન થાય તો ખરચવામાં અકામ નિર્જરા થાય છે. મમત્વ ઘટાડીને ખર્ચે અથવા મમત્વ ઘટાડવાના હેતુથી ખર્ચે તો સકામ નિર્જરા થાય. પહેલા ગુણસ્થાનકે રોદ્રધ્યાનનાં પરિણામ નરકાયુષ્યનો બંધ કરી શકે એવી યોગ્યતાવાળું હોય છે જ્યારે બીજાથી પાંચમાં ગુણસ્થાનકે રોદ્ર ધ્યાન પેદા થાય તે આયુષ્ય અને ગતિબંધની યોગ્યતા વગરનું એટલે નરક ગતિનો બંધ પણ ન કરાવે એવું હોય છે. જ્યારે પહેલા અને બીજા ગુણસ્થાનકે જે આર્તધ્યાન હોય છે તે તિર્યંચાયુ અને તિર્યંચગતિના બંધની યોગ્યતાવાળું હોય છે જ્યારે ત્રીજાથી છઠ્ઠા ગુણસ્થાનક સુધીમાં જે આર્તધ્યાન હોય છે તે તિર્યંચાયુ કે તિર્યંચગતિ બંધાવી શકતું નથી એવું હોય છે. ભગવાન મહાવીરનો આત્મા સાતમી નારકીમાં મિથ્યાત્વ લઇને ઉત્પન્ન થયો અને એક અંતર્મુહૂર્તમાં પર્યાપ્ત થતાની સાથે જ વિચારણામાં ચયો કે એવા મેં કેવા પાપ કર્યા કે જેના પ્રતાપે મારે અહીં આવવું પડ્યું આ વિચારણા કરતાં ઓહાપોહ થતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થઇ અને તેત્રીશ સાગરોપમ સુધી સમ્યક્ત્વ ટકાવ્યું છેલ્લું આયુષ્ય બાંધતી વખતે સમકીત ગયું. નામકર્મના - ૩૪ ભેદો હોય છે. (૧) નરકગતિ (૨) તિર્યંચગતિ (૩) એકેન્દ્રિય જાતિ (૪) બેઇન્દ્રિય જાતિ (૫) તેઇન્દ્રિય જાતિ (૬) ચઉરીન્દ્રિય જાતિ (૭) રુષભનારાચ સંઘયણ (૮) નારાય સંઘયણ (૯) અર્ધનારાય સંઘયણ (૧૦) કિલીકા સંઘયણ (૧૧) છેવટું સંઘયણ (૧૨) ન્યગ્રોધ સંસ્થાન (૧૩) સાદિ સંસ્થાન (૧૪) કુજ સંસ્થાના (૧૫) વામન સંસ્થાન (૧૬) હંડક સંસ્થાન (૧૭) અશુભ વર્ણ (૧૮) અશુભ ગંધ (૧૯) અશુભ રસ (૨૦) અશુભ સ્પર્શ (૨૧) અશુભ વિહાયોગતિ (૨૨) નરકાનુપૂર્વી (૨૩) તિર્યંચાનુપૂર્વી (૨૪) ઉપઘાત (૨૫) સ્થાવર (૨૬) સૂક્ષ્મ (૨૭) અપર્યાપ્ત (૨૮) સાધારણ (૨૯) અસ્થિર (૩૦) અશુભ (૩૧) દુર્લગ (૩૨) દુસ્વર (૩૩) અનાદેય અને (૩૪) અયશ નામકર્મ. અશુભ નામકર્મને બાંધવાના જ્ઞાની ભગવંતોએ ૬૭ કારણો જણાવેલ છે. જગતમાં રહેલા જીવો રોજીદું પોતાનું જીવન જીવતાં જેવા જેવા વિચારો મનથી વિચારે છે જેવા જેવા વચનો મુખથી બોલે છે અને જેવી જેવી પ્રવૃત્તિઓ કાયાથી આચરે છે તેના જ લગભગ અશુભ નામ કર્મ બાંધવા માટેના ૬૭ ભેદો થાય છે તે આ પ્રમાણે. (૧) મનમાં વક્રતા રાખવી એટલે મનના વિચારોનું મેલાપણું રાખીને વિચારો કર્યા કરવા તે. આનાથી પણ જીવ પોતે અશુભ નામકર્મની પ્રકૃતિઓ બાંધ્યા કરે. (૨) વક્ર વચન બોલે. એટલે કે માયાવીપણાના વચનો બોલવા અથવા બોલવામાં વક્રતા જણાયા જ કરે છે. બીજાને ફ્સાવવાના વચનો વગેરે બોલવા તે. (૩) ઉપરથી દેખાવમાં સારો દેખાવ કરે કુશળપણું જણાવે અને કાયા વડે કુટિલ એટલે ખરાબ ક્રિયા કરે તે. (૪) બીજાને છેતરે એટલે સ્વજનને-મિત્રને-માલિકને અને જે ભોળા સરળ માનવો પોતાના ઉપર વિશ્વાસ રાખે તે દરેકને પોતાની શક્તિ મુજબ છેતરવા તે. (૫) માયા પ્રયોગો સાથે. એટલે કે મંત્ર તંત્રાદિથી માયા કપટ વગેરે કેમ કરવા તેમાં પાવરધા થઇને Page 99 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy