SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ભવભ્રમણ વધારનારી છે એવા વિચારો જો તમારામાં હોય તો મિથ્યાત્વની મંદતા છે એમ કહી શકાય. ઘર, પેઢી, કુટુંબ, પૈસો એ બધી જ પ્રવૃત્તિમાં જીવને મુંઝવણ પેદા કરાવી વિવેક પેદા કરવામાં સહાયભૂત થતી નથી. આ બધી પ્રવૃત્તિ અસદ્ છે એ વિચાર સ્થિર થવા દેતો નથી. ઘરને અસદ્ પ્રવૃત્તિ રૂપે માનો કે સદ્બવૃત્તિ રૂપે ? જો અસત્પ્રવૃત્તિ રૂપે અંતરમાં માન્યતા ન આવી હોય તો તે પ્રવૃત્તિથી મિથ્યાત્વ મજબૂત થતું જાય છે. મિથ્યાત્વ મંદ પડે ત્યારેજ તારનારી ચીજ કઇ એનો વિચાર કરવાનું મન થાય. ઘર વગર રહેવાય તેમ નથી, ઘર છોડી શકાય એમ પણ નથી માટે રહેવું પડે છે માટે રહું છું. પણ એ ઘર છોડવાની તાકાત મને ક્યારે આવે આવી વિચાર શરણી હોય તો જ મિથ્યાત્વની મંદતા છે એમ સમજવું. અન્યથા મિથ્યાત્વનો ઉદયકાળ ચાલુ જ છે એમ માનવું. મિથ્યાત્વની મંદતા આવે તોજ અસત્ પ્રવૃત્તિને અસત્ રૂપે માને. આ મિથ્યાત્વને ઓળખીને એ પ્રવૃત્તિ છોડવાની તાકાત આવે એમ ભગવાન પાસે માંગવાનું છે. આવો વિચાર આવે તે જીવોને જ મિથ્યાત્વના ગાઢ રસના પુદ્ગલો ઓછા થાય છે એમ કહેવાય. અનુકૂળ પદાર્થોમાં ગાઢ રાગની ગ્રંથી અને પ્રતિકૂળ પદાર્થોમાં ગાઢ દ્વેષનો પરિણામ. આ પરિણામને આધીન થઇને જીવવું એજ મિથ્યાત્વ છે. ગ્રંથી એટલે ગાંઠ રાગ અને દ્વેષના પરિણામની ગાંઠ તે ગ્રંથી કહેવાય એ અનાદિકાળથી આપણા અંતરમાં રહેલી છે. આ ગ્રંથીને ઓળખવાનો પ્રયત્ન પણ ન કરીએ-ઓળખીને તેને ભેદવાનો પ્રયત્ન પણ ન કરીએ તો ધર્મક્રિયા તારનારી બનતી નથી. દેવનું દર્શન રાગાદિ પરિણામોને ઓળખાવનારું છે માટે જ્ઞાનીઓએ લખ્યું છે કે દર્શનથી દર્શન નીપજે જેમ જેમ ભગવાનના દર્શન કરતો જાય તેમ તેમ વિવેક રૂપી દર્શન પેદા થતું જાય. અનંતાનુબંધિ કષાય તીવ્રરસે ઉદયમાં ચાલુ હોય ત્યારે જીવોએ અનુકૂળ પદાર્થોમાંજ સર્વસ્વ સુખની બુધ્ધિ પેદા કરેલી હોય છે તેના માટે ગમે તેવા પાપ કરીને પણ તેમાં સફ્ળતા મેળવવાના પ્રયત્ન કર્યા કરે તીવ્રરસની તીવ્રતાથી અનંતા ભવોની પરંપરા તીવ્રપણે એટલે અનુબંધ રૂપે જીવ બાંધતો જાય છે. સમકીતી જીવને ઘર આદિ છોડવા જ પડે એવો નિયમ નથી. હેય પદાર્થમાં હેય બુધ્ધિ, ઉપાદેય પદાર્થમાં ઉપાદેય બુધ્ધિ રાખીને ક્રિયા કરતો હોવાથી સમકીત ઉભું રહે છે. ત્યાગ કરવો જ જોઇએ એમ જરૂર માને છે પણ નથી થતો તેનું અંતરમાં ભારોભાર સતત દુઃખ રહ્યા જ કરે છે માટે સમકીત ટકી શકે છે. અનુકૂળતા મલે તો ઉપયોગ કરવાનો પણ તેમાં રાગ કરવો નહિ અને રાગ પોષાય તેવા વચનો પણ બોલવા નહિ એવો પ્રયત્ન ચાલુ છે ને ? પુણ્યોદયથી મલ્યું-પુણ્યોદય છે માટે ભોગવાય છે અને પુણ્યોદય છે માટે રહે છે અને રહેશે તો પછી એમાં રાગ શું કામ કરવાનો ? સમકીતી ચારે બાજુથી નિર્લેપ હોય માટે એ ચારે બાજુથી સાવધ જ હોય છે. સકામ નિર્જરા જીવ કરતો થાય તો નિર્લેપતા પેદા થાય. આ બધા માટે સૌથી પહેલા મોહરાજાની નિદ્રામાંથી જાગવું પડશે, પછી બેસતા શીખવું પડશે, પછી ઉભા રહેતા શીખવું પડશે, પછી જ ચાલતા શીખવું પડશે તોજ નિદ્રા ઉડી જશે એવો અનુભવ થશે. પ્રશસ્ત રાગ છઠ્ઠા ગુણસ્થાનક સુધી રહેવાનો. સમકીતીને પણ પ્રશસ્ત રાગ જોઇએ જ. ક્રિયાઓમાં અપ્રમત્તભાવ પ્રશસ્ત રાગથી જ પેદા થાય. એનાથી આત્મકલ્યાણ થશે. રોગીને પથારી ગમે ? ના. રોગ મટાડવા રોજ દવા લઉં તે દવા લેવી કોઇદિ સારી લાગે ? ના. એ Page 86 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy