SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ થતાં બન્ને બોલાચાલી કર્યા કર તે ઉભય પ્રતિષ્ઠિત કષાય કહેવાય. (૪) અપ્રતિષ્ઠિત કષાય - ક્રોધાદિ કષાયના પુદગલો ઉદયમાં આવી ચાલ્યા જાય પણ તેનું ત્રણે કષાયના ભેદમાંથી કોઇ ળ આપે નહિ તે અપ્રતિષ્ઠિત કષાય કહેવાય છે. નોકષાય મોહનીય કર્મનું વર્ણન નોકષાય એટલે કે કર્મને (કષાય મોહનીયને) ઉત્તેજિત રે, પ્રેરણા પેદા કરે. કષાય મોહનીયને સહાયભૂત થાય તે નોકષાય મોહનીય કર્મ કહેવાય છે. અહીં નો - નહિં એવો અર્થ ન કરતાં નો - ઉત્તેજિત કરવું. પ્રેરિત કરવું એ અર્થમાં છે. કષાય મોહનીયથી જીવ પોતાનો દુ:ખમય સંસાર વધારે છે તેમ નોકષાય મોહનીય કર્મથી જીવો. પોતાનો દુ:ખમય સંસાર અનુબંધ રૂપે વિસ્તાર કરે છે તથા નિકાચીત પણ કરે છે એટલે પરંપરા વધાર્યા કરે છે. આ નોકષાય મોહનીય કર્મ જીવોને ચાર પ્રકારે અનુભવાય છે. તે આ રીતે(૧) દ્રષ્ટિથી, (૨) ભાષણથી, (૩) શ્રવણથી અને (૪) સ્મરણથી. આ ચાર પ્રકારમાં પહેલા ત્રણ પ્રકારો બાહ્ય નિમિત્ત રૂપે ગણાય છે અને ચોથું જે કારણ તે અત્યંતર નિમિત્ત રૂપે ગણાય છે. (૧) દ્રષ્ટિથી – એટલે કે જોવા માત્રથી પદાર્થોને વિષે હાસ્યાદિ નોકષાય જે પેદા થાય છે તે. જેમકે કોઇ ચિત્ર જોતાની સાથે હસવું આવે. કોઇ ચિત્ર દેખતાની સાથે આનંદ પેદા થાય. કોઇ ચિત્ર કે પદાર્થ જોતાની સાથે ગ્લાની પેદા થાય. કોઇ પદાર્થ જોતાની સાથે શોક પેદા થાય, રોવાનું થાય. કોઇ પદાર્થ જોતાની સાથે ભય પેદા થાય અને કોઇ ચિત્રાદિ પદાર્થ જોતાની સાથે જુગુપ્સા એટલે મોટું બગડે, નાક બગડે ઇત્યાદિ જે બને તે દ્રષ્ટિથી પેદા થનાર ગણાય છે. એવી જ રીતે જીવને કોઇ દ્રશ્ય જોતાંની સાથે આત્મામાં પાંચ ઇન્દ્રિયના અનુકૂળ પદાર્થોનાં વિકારો પેદા થાય તે દ્રષ્ટિથી નોકષાય મોહનીય કર્મનો ઉદય થયો એમ ગણાય છે. (૨) ભાષણથી એટલે બોલવાથી જીવોને નોકષાય મોહનીય કર્મ પેદા થાય છે. જેમકે ઠઠ્ઠા મશ્કરી પૂર્વક જે વચનો બોલાય છે, કટાક્ષ પૂર્વકના જે વચનો બોલાય છે, કોઇને રાજી કરવાના વચનો જે બોલાય છે તેવી રીતે કોઇને શોક ગ્લાની વગેરે પેદા થાય. કેટલાક વચનો બોલવાથી જીવોને ભય પેદા કરાવે તેમજ જુગુપ્સા પણ પેદા કરાવે અને આત્મામાં વિકારી વિચારો પેદા કરાવે એવા જે વચનો તેને ભાષણથી નોકષાય મોહનીય વચનો ગણાય છે. (૩) શ્રવણથી એટલે સાંભળવાથી નોકષાય મોહનીય કર્મ પેદા થાય તે આ પ્રમાણે. કેટલાક શબ્દોનાં શ્રવણથી જીવને હસવું આવે, કેટલાક શબ્દોનાં શ્રવણથી જીવને આનંદ પેદા થાય, કેટલાક શબ્દોનાં શ્રવણથી ગ્લાની-શોક વગેરે પેદા થાય તેમજ ભય અને જુગુપ્સા પેદા થાય. તેવી જ રીતે કેટલાક મધુર શબ્દો વિષયોને લગતાં સાંભળવાથી વિકારો પેદા કરાવે તે શ્રવણથી નોકષાય મોહનીય કર્મને ઉત્તેજિત કરનાર કહેવાય છે. (૪) સ્મરણથી નોકષાય મોહનીય પેદા કરાવે તે. ભૂતકાળમાં બનેલા બનાવોને યાદ કરી કરીને જીવ એકલો બેઠો બેઠો હાસ્યાદિ કર્મ પેદા કરે તેમજ વિષયોનાં વિકારો પેદા કરાવે જેમકે ભૂતકાળમાં-ભોગવેલ-જોયેલ. અનુભવેલ વિષયોના સ્મરણથી Page 76 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy