SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ કોટીનો હોય છે. જ્યારે જીવો અગ્યારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. એટલે કે ઉપશમશ્રેણિવાળા જીવો તે ગુણસ્થાનકને પામે ત્યાં મોહનીય કર્મનો સર્વથા ઉપશમ હોય છે અને ક્ષપકશ્રેણિવાળા જીવો મોહનો સર્વથા ક્ષય કરીને બારમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. ક્યાં ક્યાં રહેલા જીવોને કયા કયા કષાયો હોય છે તેના વર્ણન. ૧. એકથી છ નારકીમાં રહેલા જીવોને પહેલા ગુણસ્થાનકે અનંતાનુબંધિ-અનંતાનુબંધિ અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય. અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય અને અનંતાનુબંધિ સંજ્વલન કષાયો હોય છે. તેમાં અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાયની હાજરીમાં આયુષ્યનો બંધ કરેતો ક્રુર અને ઘાતકી પરિણામવાળા પંચેન્દ્રિય તિર્યંચનું આયુષ્ય બાંધી શકે છે. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાયની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો ક્રુર અને ઘાતકી પરિણામ સિવાયના સામાન્ય પરિણામવાળા પંચેન્દ્રિય તિર્યંચનું આયુષ્ય બાંધી શકે છે. અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાયની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો અનાર્ય ક્ષેત્ર આદિનું તથા આર્ય ક્ષેત્રાદિમાં જ્યાં ધર્મ સામગ્રી પ્રાપ્ત ન થાય એવા ક્ષેત્રવાળા મનુષ્યનું આયુષ્ય બાંધી શકે છે. અનંતાનુબંધિ સંજ્વલન કષાયની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો આર્યદેશાદિ ધર્મ સામગ્રીની પ્રાપ્તિવાળા મનુષ્યપણા રૂપે બાંધી શકે છે બીજા ગુણસ્થાનકે અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાય મોટેભાગે હોતો નથી કારણ કે ત્યાં જઘન્ય યોગ હોય છે. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાય-અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાય-અનંતાનુબંધિ સંજ્વલન કષાય હોઇ શકે છે. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાયથી તિર્યંચા, બાંધે અને અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય અને અનંતાનુબંધિ સંજ્વલન કષાયથી મનુષ્ય આયુષ્ય બાંધી શકે છે. ત્રીજા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય કષાય મોટે ભાગે જીવોને હોય છે. ચોથા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ- અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય-અપ્રત્યાખ્યાનીય- પ્રત્યાખ્યાનીય-અપ્રત્યાખ્યાનીય સંવલન કષાયો હોય છે. અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ કષાયના કાળમાં પોતાના કરેલા પાપની નિંદા કરતાં કરતાં પોતાના પાપોને ખપાવતાં જાય છે અને દુ:ખ વેઠવામાં સુંદર સમાધિ જાળવી શકે છે. આ ચારેય પ્રકારના કષાયમાં આયુષ્યનો બંધ થાય તો નિયમા મનુષ્ય આયુષ્ય બાંધી શકે છે અને સમકીત લઇને મનષ્યમાં આવી શકે છે. સાતમી નારકીમાં રહેલા જીવોને પહેલા ગુણસ્થાનકે અનંતાનુબંધિ અનંતાનુબંધિ આદિ ચારેય કષાયો હોય છે. તે ચારેય પ્રકારના કષાયોથી આયુષ્યનો બંધ કરે તો નિયમાં તિર્યંચ આયુષ્ય બાંધે છે. તેમાં પહેલા બે કષાયોથી દુર અને ઘાતકી પરિણામવાળા તિર્યંચનું અને છેલ્લા બે કષાય દ્વારા સામાન્ય પરિણામવાળા તિર્યંચનું આયુષ્ય બંધાય છે. આ જીવો બીજા-ત્રીજા-ચોથા ગુણસ્થાનકે આયુષ્ય બાંધતા ન હોવાથી તે કષાયો તે રૂપે હોય છે. તિર્યંચ ગતિને વિષે-એકેન્દ્રિય જીવોને વિષે અનંતાનુબંધિ અનંતાનુબંધિ-અનંતાનુબંધિ Page 66 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy