SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જેમકે મિથ્યાદ્રષ્ટિ જીવ હત્યા કરવા માટે જે છરો ઉગામશે તે દયાના પરિણામ રહિત હશે અને સમકિતી જીવ છરો હાથમાં લેશે તો વિચાર કરશે કે આ આજીવિકા માટે મારે રાજાની કે શેઠની આજ્ઞા છે માટે કરવું પડ છે. એવો દિવસ ક્યારે આવે કે આ પંચેન્દ્રિયની હત્યા કરવાનું બંધ થઇ જાય. જો મારી શક્તિ આવે તો આ હત્યા હું કરું જ નહિ. પણ શું થાય કરવી પડે છે. એમ વિચાર કરીને છરો ઉપાડતાં તેના હાથે તે છરો જોરમાં ચાલે જ નહિ. આ રીતે મિથ્યાદ્રષ્ટિ જીવોનું હૈયું નિર્દય હોવાથી તેના પરિણામ તીવ્ર હોય છે. આથી કર્મ બંધ જોરદાર કરે અને સમકીતી જીવોનાં હૈયામાં દયાના પરિણામ રહેલા હોવાથી તેને કર્મબંધ અલ્પ થાય એટલે કે પંચેન્દ્રિયની હત્યા કરવા છતાંય બંધાતી અશુભ પ્રકૃતિઓનો રસ ઓછો પડે અને બંધાતી શુભ પ્રકૃતિઓનો રસ તીવ્ર બંધાય છે. એવી જ રીતે શુભ પરિણામ પૂર્વકની ક્રિયા અને શુધ્ધ પરિણામ પૂર્વકની ક્રિયામાં એવો જ ફેરાર સમજવો. આથી જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે પરિણામની શુધ્ધતા હોય તો આશ્રવની ક્રિયા કરવા છતાંય તે સંવરની ક્રિયા રૂપે થઇ શકે છે અને પરિણામની શુધ્ધતા ન હોય અને તે લાવવાનું લક્ષ્ય પણ ન હોય તો સંવરની ક્રિયા પણ આશ્રવ રૂપે બની જાય છે. આ કારણોથી પરિણામ શુધ્ધ કરવા પ્રયત્ન કરવો જોઇએ. જેમ જીવ આત્મા સિવાયના પર પુદ્ગલોમાં આસક્તિ અને મમત્વ કરતો રહે તો ચોરાશીના ચક્કરમાં ફરવા માટેનું કર્મ બાંધતો રહે છે. તેનાથી અનંતા કાળ કે અસંખ્યાતા કાળ સુધી ભગવાનનું દર્શન પ્રાપ્ત ન થાય તેવું કર્મ બાંધતો જાય છે. જીવ જ્ઞાનનાં ઉપયોગમાં જ્યાં સુધી બેઠેલો હોય ત્યાં સુધી કષાયનો ઉદય વિપાકોદયથી ચાલતો હોવા છતાં તેની બીલકુલ અનુભૂતિ થતી નથી અને જ્યારે જીવ જ્ઞાનના ઉપયોગમાંથી વ્યુત થાય કે તરત જ તેને કષાયના વિપાદોકયની અનુભૂતિ થાય છે. શુધ્ધ પરિણામની જીવને જેમ જેમ તીવ્રતા પેદા થતી જાય તેમ તેમ અનુકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ રાગ અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ દ્વેષ જે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મોથી પોષાતો જાય છે કે જે પરિણામને જ્ઞાની ભગવંતો ગ્રંથી કહે છે તે ગ્રંથીના પરિણામ પ્રત્યે ગુસ્સો વધતો જાય છે. આથી ગ્રંથી તોડવા અને ભેદવા માટે પણ કષાયની તીવ્રતાની ખાસ જરૂર છે. લેશ્યાની બાબતમાં તિર્યંચ અને મનુષ્યોનાં જીવોને દ્રવ્ય લેશ્યા અને ભાવ લેશ્યા એક સાથે જ હોય છે. જ્યારે નારકી અને દેવના જીવોને દ્રવ્ય લેશ્યા સ્થિર હોય છે. ઉત્પન્ન થાય ત્યારથી કાળ ન કરે ત્યાં સુધી દ્રવ્ય લેશ્યા એક સરખી હોય જ્યારે ભાવ લેશ્યા એ જીવોને બદલાયા કરે છે. આથી નરકમાં જે જે નારકીમાં દ્રવ્ય લેશ્યા કહેલ હોય તે પ્રમાણે જાણવી અને ભાવ લેશ્યા દરેક નારકીમાં છએ લેશ્યામાંથી કોઇપણ હોઇ શકે છે. એ જ રીતે દેવોમાં જે લેશ્યા જણાવેલ છે તે દ્રવ્ય લેશ્યા અને ભાવથી દરેક દેવલોકમાં છ લેશ્યામાંથી કોઇપણ લેશ્યા હોઇ શકે છે. આથી સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોમાંથી કોઇપણ જીવ સમકીત પામતો હોય તો તેઓને ત્રણ શુભ એટલે તેજોલેશ્યા, પદ્મલેશ્યા કે શુક્લ લેશ્યામાંથી કોઇપણ લેશ્યા હોય છે. આ લેશ્યા એક અંતર્મુહૂત એટલે અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત સુધી એક સરખી રહેલી હોવા છતાં તેમાં આઠ-આઠ સમયે પરિણામની તીવ્રતા મંદતા તીવ્રતરતા મંદતરતા બન્યા કરે છે. આથી આઠ સમયથી અધિક એક સરખો પરિણામ જીવનો ટકતો નથી એમ કહેવાય છે, અને એટલે જ એક સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનમાં અસંખ્યાતા લોકાકાશના આકાશ પ્રદેશ પ્રમાણ રસબંધના અધ્યવસાયો પ્રાપ્ત થાય છે એમ કહેલ છે. આ અધ્યવસાયો દરેક કર્મનાં બંધના ભિન્ન ભિન્ન એટલે જુદા જુદા જાણવા. Page 26 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy