SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ધર્મની બાબતમાં ધર્મની ક્રિયાઓમાં, ધર્મ પ્રાપ્ત કરવાના હેતુથી પોતાની શક્તિ મુજબ આરાધના કરવામાં શક્તિ ખરચવાનું મન જ થતું નથી તે વીર્યંતરાય કર્મ કહેવાય છે. આ પાંચ પ્રકારના અંતરાયના બંધના કારણોમાં સકારણ એટલે શરીરને સુખાકારી રાખવા. કોઇપણ પ્રકારની પ્રવૃત્તિ કરવાથી તેને માટે થતી જીવોની હિંસા કરવાથી તથા નિષ્કારણ પ્રવૃત્તિ એટલે કોઇપણ કારણ વગર મોજશોખ માટે પ્રવૃત્તિ હિંસાદિની કરવાથી આ પાંચેય અંતરાય કર્મો બંધાયા કરે છે. આ જો અંતરાય કર્મ ન બાંધવા હોય તો જીવોની હિંસા આદિની પ્રવૃત્તિ ઓછી કરી ધર્મ પ્રવૃત્તિ એવી રીતે કરતા થઇ જઇએ કે જેથી આત્માનો મૂલ સ્વભાવ અહિંસાનો પેદા કરી શુધ્ધ પરિણામમાં સ્થિર થઇ સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરીને પોતાના આત્માના ક્ષાયિક ભાવે રહેલા દાનાદિ ગુણોને પેદા કરીને સિદ્ધિ ગતિને પામીએ. આરીતે સો પ્રયત્ન કરી આત્માના ક્ષાયિક ભાવના દાનાદિ ગુણોને પેદા કરીને વહેલામાં વહેલા. સિધ્ધિ ગતિને પામો એ જ અભિલાષા. નિરોગી યુવાન બળવાન સામર્થ્યવાન શરીર છતાં વીર્યનો ઉપયોગ ન કરી શકે તે વીઆંતરાય કર્મ. છતી શક્તિએ તપ ન કરે, શક્તિ હોવા છતાં કામ કરે નહિ તે વીર્યંતરાયના ઉદયથી. આ અંતરાયના પાંચેય ભેદો દશમાં સુધી બંધાય અને બારમાં ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે વીર્યંતરાયનો ક્ષયોપશમ ભાવ ઉત્કૃષ્ટથી કેટલો પેદા થઇ શકે ? જો વિચાર કરીએ તો જણાય છે કે ભગવાન મહાવીરના જન્મ પછી ઇન્દ્ર મહારાજા મેરૂ પર્વત ઉપર જન્મોત્સવ માટે લઇ ગયા અને ત્યાં ખોળામાં પ્રભુને લઇને બેઠા છે ત્યાં વિચાર આવે છે કે આટલા નાના શરીરવાળા આ અભિષેકના પાણીને શી રીતે સહન કરશે ? માટે ઉભા રહ્યા છે. ભગવાને અવધિજ્ઞાનના ઉપયોગથી જોયું કે આ વિચાર કરી રહ્યા છે કે તરત જ એ શંકા દૂર કરાવવા માટે એક જમણા પગનો અંગૂઠો શીલા ઉપર દબાવ્યો. તેમાં તો આખોય મેરૂ પર્વત ડોલાયમાન થવાલાગ્યો જગતમાં રહેલા સઘળા પહાડો પણ ડોલાયમાન થવા લાગ્યા અને જોરદાર અવાજ થવા માંડ્યા. આ અવાજથી ઇન્દ્ર મહારાજા અવધિજ્ઞાનનો ઉપયોગ મુકીને ગુસ્સાથી જૂએ છે અને વિચારે છે કે અત્યારે આનંદના અવસરે કોણે આ વિષાદ ઉભો કર્યો છે ? જોયું તો ભગવાનનો ઉપયોગ દેખાયો એટલે શાંત થઇને માફી માંગી અને અભિષેક શરૂ કરેલ છે. આના ઉપરથી વિચારો કે વીઆંતરાયના ક્ષયોપશમ ભાવથી વીર્યની કેટલી શક્તિ પેદા થઇ શકે છે. એની અપેક્ષાએ વર્તમાનમાં આપણી શક્તિ કેટલી ? આ શક્તિની અપેક્ષાએ આપણે શેનો ગર્વ કરી રહેલા છીએ ? એવીજ રીતે વિચારો હનુમાનના જન્મ પછી અંજના ભાઇની સાથે પુત્રને લઇને વિમાનમાં જાય છે. તેમાં ખોળામાંથી હનુમાન પડી જાય છે અને પહાડ ઉપર પડી જાય છે પણ તેને કાંઇ થયું નથી ઉપરથી પહાડના ટૂકડા થઇ જાય છે. ચરમ શરીરી જીવ છે તો આટલી શક્તિ આવા નાના બાળકમાં હોય તો આપણું શરીર કીડી મંકોડા જેવી શક્તિ ધરાવતું તકલાદી ગણાય છતાં આપણને આપણા શરીરનો ગર્વ કેટલો ? આવા ગર્વના વિચારોથી વીર્યંતરાય જોરદાર બંધાય. દારિક શરીરની શક્તિ ક્ષયોપશમ ભાવે વિચારીએ તો જગતમાં જેટલા દેવતાઓ છે તે બધાય અસંખ્યાતા-અસંખ્યાતા રૂપો કરી ભગવાનની ટચલી આંગળીને નમાવવા માટે પ્રયત્ન કરે તો તેવાંદરાની જેમ બધા લટકતા હોય તેવા દેખાય છે પણ ટચલી આંગળીને નમાવી શકતા નથી. આ બધા જીવોની અપેક્ષાએ આપણી શક્તિ કેટલી ? આપણા આત્મામાં રહેલા સુખના પરિણામથી મળેલી વીર્યની શક્તિના આપણે દુરૂપયોગ કરીએ છીએ. સાવધ પ્રવૃત્તિમાં અઢાર પાપ સ્થાનકોમાંથી કોઇને Page 123 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy